Aapnu Gujarat
બિઝનેસ

અમુલ અને ઇસરો વચ્ચે એમઓયુ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), અમદાવાદ અને અમુલે સાથે મળીને ઉપગ્રહ નિરીક્ષણ અને અવકાશ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઘાસચારા વાવેતર વિસ્તારના મૂલ્યાંકન માટે એેમઓયુ કરી દૂધ ઉત્પાદકના લાભ અને સર્વાગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગલું ભર્યુ છે.
આ એેમઓયુ હેઠળ ઉપગ્રહ ટેકનોલોજીની મદદથી ગ્રામ્યસ્તરે ખાદ્યપાકો અને ઘાસચારાની ઓળખ તથા લીલા ઘાસચારાના વાવેતર માટે ખેતીલાયક અને વર્તમાન પડતર જમીનની ઓળખ/વર્ગીકરણ કરવામાં આવશે.પશુદીઠ દૂધ ઉત્પાદન વધારવા અને દૂધાળા પશુઓના અસ્તિત્વ માટે ઘાસચારાની પર્યાપ્ત ઉપલબ્ધતા અતિજરૂરી છે.
ત્યારે ઘાસચારા વાવેતર વિસ્તારનું સદર ટેકનોલોજી દ્વારા ઘાસચારા વાવેતર વિસ્તાર મૂલ્યાંકન એ ડેરી ક્ષેત્રના બધાજ સહભાગીઓ માટે ઘાસચારા ઉત્પાદનની પ્રવૃતિઓની દેખરેખ અને આયોજનમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવશે તથા ઘાસચારાની અછત ધરાવતા વિસ્તારોમાં દુષ્કાળના પ્રબંધન માટે આ ટેકનોલોજીનો વ્યાપક સ્તરે ઉપયોગ થઇ શકાશે. સદર ટેકનોલોજી દ્વારા ખેતીલાયક જમીનમાં ભેજનું પ્રમાણ માપી શકાશે અને ઘાસચારા ઉત્પાદનની શકયતાઓ શોધી શકાશે.
ડેરી વ્યવસાય સાથે સંકળાયેલ દૂધ ઉત્પાદકો અને વ્યવાસાયિકોને ઋતુ મુજબ ઘાસચારા હેઠળની તથા ખેતીલાયક પડતર જમીનના વિસ્તારની માહિતી અને ઘાસચારા ઉત્પાદનના અંદાજો પુરા પાડવામાં સદર ટેકનોલોજી અત્યંત મદદરૂપ થશે.
તેમ અમુલના મેનેજીંગ ડીરેકટર આર.એસ.સોઢી અને ઇસરોના ડાયરેકટર તપન મિશ્રાએ જણાવ્યુ છે.

Related posts

मंदी से उबरा मैन्युफैक्चरिंग सेक्टर : निक्केई सर्वे में दावा

aapnugujarat

એપ્રિલ મહિનાથી શરૂ થશે દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક

aapnugujarat

सबसे महंगी हो सकती है इसबार की अक्षय तृतीया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1