Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અકુંશરેખા ઉપર ભીષણ ગોળીબાર જારી

પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના રાજૌરી અને પુંચ જિલ્લામાં અંકુશરેખા પર અગ્રિમ ચોકીઓ અને ગ્રામિણ વિસ્તારો પર અંધાધૂંધ ગોળીબાર જારી રાખ્યો છે. રાજૌરી જિલ્લામાં સુંદરબાની સેક્ટરમાં સમગ્ર રાત્રિ ગાળા દરમિયાન અને પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં આજે વહેલી પરોઢે ગોળીબાર કરવામાં આવ્યો હતો. કોઇ ખુવારી થઇ નથી પરંતુ સરહદે વિસ્ફોટક સ્થિતિ પ્રવર્તી રહી છે. પાકિસ્તાન તરફથી છેલ્લા કેટલાક દિવસમાં જ ૬૦ ખત યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે જેમાં એક પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા છે અને ૬૦ લોકો ઘાયલ થયા છે.દરમિયાન ભારતે પાકિસ્તાનને કાર્યવાહી કરવાની ફરી એકવાર ચેતવણી આપી છે જેના લીધે સ્થિતિ વણસે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી આસપાસના વિસ્તારોમાં શિક્ષણ સંસ્થાઓ બંધ છે. સરહદ પર ગોળીબારમાં ઘટાડો થતા સરહદે રહેતા લોકોને રાહત થઇ છે. ખાસ કરીને પુંચ અને રાજૌરી જિલ્લામાં રહેતા લોકોને સૌથી મોટી રાહત થઇ છે. પાકિસ્તાને છેલ્લા એક સપ્તાહના ગાળામાં જ ૬૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે. જેમાં ચાર નાગરિકોના મોત થયા છે. જેમાં એક પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ તંગદીલી પ્રવર્તી રહી છે. આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા બાદ ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમા ત્રાસવાદી અડ્ડાઓને હવાઇ હુમલા કરીને ફુંકી મારવામાં આવ્યા બાદ પાકિસ્તાનની નાપાક હરકત સરહદ પર જારી રહી છે. પાકિસ્તાને અંકુશ રેખા પર અવિરત ગોળીબાર કર્યો છ. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાયેલી છે. કેટલાક લોકો તો સુરક્ષિત સ્થળે પલાયન કરી ગયા છે. સાથે સાથે સ્કુલોને પણ બંધ રાખવામાં આવી રહી છે. અગાઉ પુચ સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ કોઇ ઉશ્કેરણીવગર ગોળીબાર કર્યો હતો.
અખનુરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે જવાનો ઘાયલ થયા હતા. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનમાં ઘુસીને ભારતે ત્રાસવાદી અડ્ડાઓ પર જોરદાર બોંબ ઝીંકયા બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પર ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન સરહદ પર ગોળીબાર જારી રાખીને ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરે છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં અંકુશ રેખા ખાતે અગ્રીમ ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને ગઇકાલે પણ જોરદાર ગોળીબાર કર્યો હતો. વહેલી પરોઢે ગોળીબારની શરૂઆત કરવામાં આવ્યા બાદ સવાર સુધી ગોળીબાર જારી રહ્યો હતો.

Related posts

सीमापार से इस साल एलओसी पर दोगुनी घुसपैठः गृह मंत्रालय

aapnugujarat

હિન્દુ આતંકવાદવાળું મારું નિવેદન ઐતિહાસિક સત્ય છે : કમલહસન

aapnugujarat

સાતમા પગારપંચમાં મળતાં ભથ્થાં પર પણ હવે ઇન્કમટેક્સ લાગશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1