Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીરમાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળોએ આજે સવારે મોટી કાર્યવાહી હાથ ધરીને બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ માહિતી આપતા કહ્યુ છે કે આજે સવારે કુપવાડાના હેન્દવારાના બાબાગુંડ ગામમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. બાતમી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અહીં બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્રાસવાદીઓની હાજરીમાં ગુપ્તચર માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી ત્યારે તમામ સાવચેતી રાખવામાં આવી હતી. અથડામણ દરમિયાન સુરક્ષા દળોને કોઇ નુકસાન થયુ નથી. આ પહેલા બુધવારના દિવસે શોપિયન જિલ્લામાં જેશના બે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેનાએ માનવ કવચ રૂપે અંકુશ રેખા પર રહેતા લોકોના આવાસ પર મોર્ટાર અને મિસાઇલો પણ હાલમાં ઝીંકી છે. રાજોરી અને પુચ ક્ષેત્રમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોમાં હાલમાં વિસ્ફોટક સ્થિતી પ્રવર્તી રહી છે. તમામ ધાર્મિક સ્થળ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ ગતિવિધી પર નજર છે.નાગરિક વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવતા ભારે દહેશત પણ લોકોમાં ફેલાયેલી છે. સાથે સાથે કેટલાક લોકો તો અન્યત્ર પણ જતા રહ્યા છે. પાકિસ્તાનના અવિરત ગોળીબારના કારણે હાલમાં સામાન્ય લોકોમાં પણઁ આક્રોશ છે. જ્યારે બીજી બાજુ પાકિસ્તાનના દુસાહસને નિષ્ફળ કરવા સેના સજ્જ છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હજુ પણ મોટી સંખ્યામાં સ્થાનિક કટ્ટરપંથીઓ અને ત્રાસવાદીઓ છુપાયેલા હોવાના હેવાલ હાલમાં આવ્યા છે. જેથી તેમનો નિકાલ પહેલા જરૂરી છે.

Related posts

Will order probe into power purchase, other irregularities by previous TDP govt : CM Jagan

aapnugujarat

गिरिराज का हमला : पटना में बारिश से तबाही के लिए नीतीश और सुशील जिम्मेवार

aapnugujarat

અમરનાથ યાત્રા ફરી શરૂ : ૧૩૭ શ્રદ્ધાળુ રવાના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1