Aapnu Gujarat
રમતગમત

શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ હારતા દ.આફ્રિકા રેન્કિંગમાં ત્રીજા ક્રમે

શ્રીલંકા સામેની સીરિઝ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકા આઈસીસીના રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર સરકી ગયું છે. જ્યારે ભારતે પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. શ્રીલંકાએ પોર્ટ એલિઝાબેથમાં બીજી ટેસ્ટ મેચમાં ૮ વિકેટથી જીત મેળવીને ત્રણ મેચની સીરિઝમાં ૨-૦થી લીડ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકાના સીરિઝ પહેલા ૧૧૦ પોઈન્ટ હતાં. તે ટોપ પર રહેલા ભારત (૧૧૬ અંક)થી છ પોઈન્ટ જ પાછળ હતું. પહેલી બન્ને ટેસ્ટ મેચ હાર્યા બાદ હવે તેના ૧૦૫ પોઈન્ટ થયાં છે અને તે ન્યૂઝીલેન્ડ (૧૦૭ અંક)થી બે અંક પાછળ રહ્યું હતું. શ્રીલંકાની જીતનો ફાયદો ન્યૂઝીલેન્ડને મળ્યો અને તે બીજા સ્થાન પર આવ્યું હતું.
આઈસીસીના રેન્કિંગ અનુસાર શ્રીલંકા પહેલાની જેમ જ છઠ્ઠા સ્થાન પર છે. જોકે, તેને ચાર પોઈન્ટનો ફાયદો થયો છે અને હવે તેના ૯૩ પોઈન્ટ થયા છે. ન્યૂઝીલેન્ડને પોતાનું બીજું સ્થાન જાળવી રાખવા માટે બાંગ્લાદેશ સામેની ત્રણેય ટેસ્ટ મેચની સીરિઝ જીતવી પડશે. સીરિઝની પહેલી મેચ ૨૮ ફેબ્રુઆરીથી હેમિલ્ટનમાં શરુ થશે.

Related posts

ક્રિકેટમાં લાગુ થવા જઇ રહ્યો છે નવો નિયમ, ૧૨મો ખેલાડી પણ કરી શકશે બેટિંગ

aapnugujarat

વિશ્વ કપ પહેલાં ટીમને યોગ્ય કરવાની જરૂર : કોહલી

aapnugujarat

वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप : अमित पंघाल ने फाइनल में पहुंच रचा इतिहास, मनीष को ब्रॉन्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1