Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાંથી ૧,૯૦૦ કરોડ ખેંચી લેવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ ફેબ્રઆરી મહિનામાં ડેબ્ટ માર્કેટમાંથી ૧૯૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ પાછી ખેંચી લીધી છે. પુલવામા આતંકવાદી હુમલાના અનુસંધાનમાં સરહદ પારથી તંગદિલી વચ્ચે આ જંગી રકમ પાછી ખેંચવામાં આવી છે. ૨૨મી ફેબ્રુઆરી સુધી વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૨૦૩૯ કરોડ ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચ્યા છે. જાન્યુઆરી મહિનામાં ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા જેમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટનો સમાવેશ થાય છે. પહેલીથી ૨૨મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ૧૯૪૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઇક્વિટીમાં જંગી રોકાણ કરાયું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ૨૦૧૯માં વિદેશી રોકાણકારોનું વલણ મિશ્ર રહ્યું છે. ભારતમાં હવે યોજાનાર સામાન્ય ચૂંટણી અને વૈશ્વિક પરિબળો ઉપર રોકાણકારોએ ધ્યાન કેન્દ્રિત કરી દીધુ ંછે. જાણકાર લોકોનું કહેવું છે કે, આ પ્રવાહ હવે સામાન્ય ચૂંટણી સુધી યથાવત રહે તેવી શક્યતા છે. વૈશ્વિક ઘટનાક્રમ ઉતારચઢાવવાળા જેવા મળી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે. અન્ય જે પરિબળો વિદેશી મૂડીરોકાણકારોને હાલમાં પરેશાન કરે છે તેમાં ક્રૂડની કિંમતોમાં સતત ફેરફાર, કરન્સીમાં ઉતારચઢાવ અને માઈક્રો ઇકોનોમિક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. ગ્લોબલ ટ્રેડ વોરને લઇને પ્રવર્તી રહેલી ચિંતાની અસર પણ જોવા મળી રહી છે. આ તમામ પ્રકારના પરિબળો એફડીઆઈ પ્રવાહની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. એફપીઆઈ રોકાણકારો હાલ કેપિટલ માર્કેટ ઉપર વિશેષરીતે ધ્યાન આપી રહ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરની સ્થિતિને લઈને પણ કારોબારીઓ ચિંતાતૂર દેખાઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં નેટ સેલરો તરીકે રહ્યા બાદ એફપીઆઈએ ફેબ્રુઆરી મહિનામાં લેવાલીની પ્રક્રિયા અપનાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલું આર્થિક વ્યવસ્થા તરીકે છે. ભારત દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થામાંથી એક છે. ચૂંટણી સુધી રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવે તેમ માનવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા જાન્યુઆરી મહિનામાં ૫૨૬૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લધા બાદ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાન શેરબજારમાં ૫૮૮૪ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૮ના ગાળા દરમિયાન મૂડી માર્કેટ ઇક્વિટી અને ડેબ્ટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી.

Related posts

લોકસભા ચૂંટણી : સત્તાનું તાળુ યુપીની ચાવીથી ખુલશે

aapnugujarat

इस वित्त वर्ष में पावर सरप्लस बन सकता हैं भारत

aapnugujarat

એનડીએ કે યુપીએ બંનેમાંથી એક પણ પક્ષને બહુમતી નહીં મળે : સર્વે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1