Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણી : સત્તાનું તાળુ યુપીની ચાવીથી ખુલશે

દેશના રાજકીય વર્તુળોમાં એક કહેવત સ્વતંત્ર ભારતથી જ લોકપ્રિય છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશ થઇને જાય છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પરિણામ આડે થોડોક સમય રહ્યો છે ત્યારે અટકળો ફરી તીવ્ર બની છે. વસતીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં સ્થિતિ શું રહેશે તેને ઉપર મુખ્ય નજર છે. એકલા ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો છે. અહીં જોરદાર દેખાવ કરનાર પાર્ટીની ભૂમિકા ખુબ ચાવીરુપ બની શકે છે. એક્ઝિટ પોલના અંદાજ મુજબ સપા અને બસપા ગઠબંધન બાદ પણ ભારતીય જનતા પાર્ટી સારો દેખાવ કરી રહી છે. એકલા ભાજપને ૩૦૦ સીટ આપનાર ટુડે-ચાણક્ય અને એક્સિસ માય ઇન્ડિયાના કહેવા મુજબ ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા ગઠબંધન ભાજપને રોકવામાં નિષ્ફળ છે. એક્સિસ માય ઇન્ડિયાના કહેવા મુજબ ઉત્તરપ્રદેશની ૮૦ સીટોમાં એનડીએને ૬૨-૬૮ સીટો મળી શકે છે. આમા એકલા ભાજપને ૬૦થી ૬૬ સીટો મળી શકે છે. અપના દળને બે સીટો મળી શકે છે. સપા અને બસપા ગઠબંધનને ૧૦થી ૧૬ સીટો અને કોંગ્રેસને બે સીટો આપવામાં આવી રહી છે. ટુડે ચાણક્યના પોલમાં યુપીમાં એનડીએને ૬૫થી વધુ સીટો એટલે કે ૫૭થી લઇને ૭૩ સીટો મળી શકે છે.
છ એક્ઝિટ પોલના તારણોની સરેરાશ કરવામાં આવે તો એનડીએને ૫૨ સીટો મળવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે મહાગઠબંધનને ૨૬ અને કોંગ્રેસને બે સીટો મળી શકે છે. જો આ પરિણામમાં ફેરવાશે તો ગઠબંધનને મોટો ફટકો પડશે. માત્ર બે એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને ૪૦ સીટો દર્શાવવામાં આવી છે. એબીપી નેલ્શનના સર્વેમાં મહાગઠબંધનને ૪૫ સીટો જ્યારે સી-વોટરના સર્વેમાં સપા-બસપાને ૪૦ સીટો આપવામાં આવી રહી છે. એબીપી નેલ્શને ભાજપને ૩૩ અને સી-વોટરે ૩૮ સીટો આપી છે. આ બે એક્ઝિટ પોલના તારણ ઉપર વિશ્વાસ કરવામાં આવે તો સપા અને બસપા વચ્ચે ખુબ હદ સુધી યુપીમાં વોટ ટ્રાન્સફર થયા છે. બંને મળી જાય તો આ વખતે તેમની ટકાવારી ૪૨ ટકા રહી શકે છે. ૨૦૧૪માં સપાને ૨૨ ટકા અને બસપાને ૧૯ ટકા મત મળ્યા હતા. લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના ભાજપની બમ્પર જીતની જાહેરાત કરી રહેલા એક્ઝિટ પોલના તારણથી વિપક્ષી દળોની ચિંતા વધી ગઈ છે. જો કે, વિરોધ પક્ષોને હજુ પણ આશા છે કે, વાસ્તવિક પરિણામ અલગ રહી શકે છે. સોમવારે સવારે અખિલેશ યાદવ ચૂંટણીમાં સાથી પક્ષ બસપ પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા.

Related posts

વારંવાર મોબાઇલ ચેક કરતા પતિને મહિલા કોન્સ્ટેબલે ગોળી મારી

aapnugujarat

रेल कोच फैक्ट्री में बनेगी हवाई जहाज जैसी इंटीरियर वाली बोगियां

aapnugujarat

चक्रवात ‘वायु’ के रास्ता बदलने के बावजूद हाई अलर्ट पर गुजरात

aapnugujarat

Leave a Comment

UA-96247877-1