Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ પર હાઇ-ટેક બોર્ડર સર્વેલન્સ પ્રોજેક્ટ પ્રગતિમાં : બીએસએફ

બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે, ભારતની પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રિય સીમા ખાતે હાઇ-ટેક બોર્ડર સર્વેલન્સ પ્રોજેક્ટ પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ૨૦૦૦ કિલોમીટરના સ્ટ્રેચની આવરી લેવામાં આવશે. આ પ્રોજેક્ટ આગામી છ થી સાત વર્ષમાં પૂર્ણ થશે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સનાં એડિશ્નલ ડિરેક્ટર જનરલ એ.કે.શર્માએ જણાવ્યું કે, આ કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમનાં કારણે કોઇ પણ ઘુસણખોરને તાત્કાલિક પકડી શકાશે અને દેશની સુરક્ષાને મજબુત કરી શકાશે.
આ સિસ્ટમ થકી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ થશે અને સીમા સુરક્ષા વધુ બળવત્તર બનશે. આ સિસ્ટમને સરહદ પર લગાવવાની કામગીરી ચાલુ છે અને જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની સરહદ ખાતે આ કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. બાંગ્લાદેશ સાથેની સરહદ પર આ પ્રકારની સિસ્ટમ લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીનો આ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવામાં આવી છે. આ પ્રોજેક્ટને દેશની સરહદનીં સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પ્રાથમિક્તાનાં ધોરણે લગાવવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું કે, દેશનીં સરહદ પર એક વખત આ સિસ્ટમ લાગી જશે પછી સુરક્ષા એજન્સીઓનું કામ સરળ થશે અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી સરહદ પર બાજ નજર રાખી શકાશે.

Related posts

વૈશ્વિક બજારોના વલણ વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિની વકી

aapnugujarat

રવિશંકર પ્રસાદના કોંગ્રસ પર આકરા પ્રહારો જારી

aapnugujarat

રાજસ્થાનમાં મોબ લિંચિંગ

editor

Leave a Comment

UA-96247877-1