Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતાએ અનુજ શર્માને બનાવ્યા કોલકાતાના પોલીસ કમિશ્નર, રાજીવ કુમારને અપાયું પોસ્ટિંગ

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચીપ્યો છે. કોલકાતાનાં વિવાદીત પોલીસ કમિશ્નર અને મમતા દીદીનાં વિશ્વાસુ રાજીવ કુમારને કોલકાતા પોલીસ કમિશનર પદેથી બદલી કરવામાં આવી છે.બંગાળની રાજધાની કોલકાતાનાં પોલીસ કમિશ્નર પદે અનુજ શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારને સીઆઈડીનાં એડિશ્નલ ડિજીપી સાથે આઈજીપી પદે નિમણૂંક અપાઈ છે.શારદા ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે થયેલા ગજગ્રાહ બાદ અનુજ શર્માએ પોલીસની ઇમેજ સુધરવાની દિશામાં કામ કરવું પડશે.
આ પહેલા અનુજ શર્મા લો એન્ડ ઓર્ડરનાં એડિ. ડિજી રહિ ચુક્યા છે. શર્મા ૧૯૯૧ બેચનાં આઈપીએસ ઓફિસર છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પોસ્ટ-ગ્રેજ્યુએશનની પદવી હાંસલ કરી છે.આ બન્ને પોલીસ અધિકારી સિવાય કોલકાતાનાં સ્પેશિયલ પોલીસ કમિશ્નર જયંતા બાસુની પણ બદલી કરવામાં આવી છે. બાસુને આર્થિક અપરાધ શાખાનાં ચીફ બનાવાયા છે.મહત્વનું છે કે, કેન્દ્રિય ચૂંટણી પંચે મમતા સરકારને આદેશ કર્યો હતો કે, જે અધિકારીઓ ત્રણ વર્ષ કરતા વધુ સમયથી એક જ જગ્યાએ છે. ચૂંટણી પહેલા તેમની બદલી કરવામાં આવે. જો કે મમતા સરકાર પાસે અધિકારીની બદલી કરવા માટે હજુ ૨૦ ફેબ્રુઆરી સુધીનો સમય છે.

Related posts

રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી અને સચિન પાયલોટ નાયબ મુખ્યમંત્રી બન્યાં

aapnugujarat

ભાજપને સત્તામાંથી બહાર કરવાનું કારણ બનશે રામ મંદિર : શિવસેના

aapnugujarat

कोरोना वैक्सीन बनाने में भारत की अहम भूमिका: बिल गेट्स

editor

Leave a Comment

UA-96247877-1