Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સેના એક્શન મૉડમાં : જૈશના ૬૦ આતંકીઓનો ખાત્મો નિશ્ચિત

પુલવામા હુમલા બાદ દેશની સામાન્ય પ્રજાની જેમ સુરક્ષાબળોમાં પણ ગુસ્સો છે. પુલવામા હુમલામાં ૪૦ જવાન ગુમાવ્યા બાદ બદલો લેવા સેના એ ઓપરેશન શરૂ કરી દીધું છે. સોમવારના રોજ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ગાઝી રાશિદ ઉર્ફે કામરાનને ઠાર કરી દેવાયો. પરંતુ હજુ લાંબી લડાઇ છે. સૂત્રોનું માનીએ તો ઘાટીમાં જૈશના અંદાજે ૬૦ આતંકી એક્ટિવ છે.
જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદે પોતાના આતંકીઓની જાળ પાથરી છે. આખી ઘાટીમાં ૬૦ આતંકી હાજર છે. જે અલગ-અલગ જિલ્લામાં પથરાયેલા છે. કહેવાય છે કે તેમાંથી ૩૫ આતંકી વિદેશી છે, જે સંપૂર્પણપણે તૈયાર છે.
આતંકીઓ જે જગ્યાએ છુપાયેલા હતા હવે તે પોતાના ઠેકાણાઓને પણ બદલી રહ્યા છે. આતંકી શહેરોમાંથી નીકળી સુરક્ષિત ઠેકાણા પર પહોંચી ગયા છે. એટલું જ નહીં સરહદની પાર પાકિસ્તાનની સેના પણ આ આતંકીઓને બચાવામાં લાગી ગઇ છે.
એલઓસી પાસે પાકિસ્તાની સેના એલર્ટ પર છે, તેમણે પણ પેલે પાર સ્થિત આતંકી ઠેકાણોને શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આપને જણાવી દઇએ કે સેના સતત કાશ્મીરમાં થઇ રહેલ દરેક ગતિવિધિ અંગે રક્ષામંત્રી નિર્મલા સીતારમણને બ્રીફ કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે આજે જ સીઆરપીએફના ડીજી આર.આર.ભટનાગર ગૃહમંત્રાલયમાં ગૃહ સચિવને પુલવામા હુમલાની માહિતી આપશે. આ સિવાય સેના પ્રમુખ બિપિન રાવત પણ આજે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરશે અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે રિપોર્ટ આપશે.
૧૪ ડિસેમ્બરના રોજ ભારતે પોતાના ૪૦ જવાનોને ગુમાવ્યા હતા, ત્યારબાદથી જ સુરક્ષાબળો એ ઘાટીમાં ઓપરેશન ઝડપી કરી દીધું. સોમવારના રોજ પુલવામામાં અથડામણમાં સેના એ જૈશ એ મોહમ્મદના ગાઝી સહિત બે આતંકીઓને ઠાર કરી દીધા. આ એન્કાઉન્ટરમાં ૪ જવાન પણ શહીદ થઇ ગયા છે.

Related posts

મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનનું નિધન

editor

Three suspected Naxalites at IED blast arrested by Security forces in Sukma

aapnugujarat

कृषि विधेयक को लेकर सीएम बघेल का केंद्र पर तंज, कहा – किसानों की जमीन पर है नजर

editor

Leave a Comment

UA-96247877-1