Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘દીકરો સીઆરપીએફ જવાન અને સુકમામાં તહેનાત છે, આ સાંભળતા જ છોકરીવાળા લગ્ન માટે કરે દે છે ઇન્કાર’

દેશમાં અનેક પરિવાર એવા છે જેમનું કોઈને કોઈ સેના કે પેરામિલિટ્રીમાં છે. સેના અને પેરામિલિટ્રીની નોકરી કરવાના કારણે કોઈને દીકરાની તો કોઈના ભાઈ, પતિ અને આતંકવાદીઓ સામે લડી રહેલા પિતાની ચિંતા રહે છે. એવું નથી કે પુલવામા હુમલા બાદથી જ આ ચિંતા વધી ગઈ છે. આ પહેલા પણ આવી જ સ્થિતિ હતી.
છત્તીસગઢ, નોર્થ ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીરમાં તહેનાત જવાનોના ઘરવાળા જ્યાં સુધી દિવસમાં એક વાર વાત નથી કરી લેતા તેમનું મન શાંત નથી થતું. એવું જ સીઆરપીએફમાં હવાલદાર રેન્કથી નિવૃત્ત હનુમાનસિંહ મૂળ નિવાસી બિહાર અને હવે દેવરિયાના રહેવાસી (કાલ્પનિક નામ) પાસેથી જાણ્યું કે કેવી રીતે તેઓ સુકમામાં તહેનાત પોતાના દીકરાને લઈને પરેશાન રહે છે.
તેઓએ કહ્યું, ’૨૦૧૨થી દીકરો સીઆરપીએફમાં છે. હાલમાં સુકમામાં તહેનાત છે. સુકમાની સ્થિતિને જોતા જ્યાં સુધી દિવસમાં એક વાર વાત નથી કરી લેતા રાતે ઊંઘ નથી આવતી. મોબાઇલ પર જ્યારે પણ કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે થતો ડર લાગવા લાગે છે. તે સમયે તો જીવ જ અદ્ધર થઈ જાય છે જ્યારે ટીવી પર ન્યૂઝ આવે છે કે સુકમામાં નક્સલીઓ સામે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.’
સિંહે જણાવ્યું કે, હાલત એવી થઈ ગઈ છે કે ૨૦૧૭થી દીકરાના લગ્ન માટે ફરી રહ્યા છીએ પરંતુ સુકમામાં તહેનાતનું નામ સાંભળતા જ સગપણ માટે ના જ પાડી દે છે. કહે છે કે હવે તો સીઆરપીએફ વાળાને પેન્શન પણ નથી મળતું, જો છોકરાને કંઈ થઈ ગયું તો છોકરી શું કરશે.તેઓ પોતાની નોકરી યાદ કરતાં કહે છે કે, અમારા સમયે તો ભાગ્યે જ નક્સલી સામે આવતા હતા. હવે તો ગમે ત્યારે એન્કાઉન્ટર થતાં રહે છે. હું તો દીકરાને કહું છું કે નોકરીમાંથી રાજીનામું આપીને આવી જા. મારા પેન્શનથી ઘર ચલાવી લઈશું. ડર લાગે છે કે દીકરાને કંઈ થઈ ગયું તો શું કરીશું. ૨૦-૨૫ લાખ રૂપિયા મળશે તો તેનું હું શું કરીશ જ્યારે દીકરો જ નહીં રહે.પુલવામા હુમલા બાદ તેમના મનમાં ડર વધુ ઘેરાઈ ગયો છે. તેઓ કહે છે કે, હવે જે દિવસે પુલવામા હુમલો થયો તે રાતે દેવરિયાથી દિલ્હી માટે રવાના થયો હતો. ત્યાં મારા સમયના કેટલાક અધિકારી છે તો તેમને મળીને દીકરાને સુકમાથી બીજે ખસેડવા માંગું છું. પરંતુ શું કરું દીકરો પણ જિદ્દી છે, કહે છે કે હું અહીં ઠીક છું અને પોસ્ટિંગ પૂરું કયા બાદ જ સુકમા છોડીશ.આ વિશે સીઆરપીએફમાંથી આઈજી રિટાયર્ડ વીએસ પનવરનું કહેવું છે કે, જવાનના દરેક ઘરની લગભગ એક જ કહાણી છે. આજે ૮૦ ટકા સીઆરપીએફ નોર્થ ઈસ્ટ, નક્સલી એરિયા અને જમ્મુ-કાશ્મીરમાં તહેનાત છે. માત્ર ૨૦ ટકા જ જવાન શાંત વિસ્તારમાં તહેનાત છે. હવે એવામાં લોકો કરે તો કરે શું.

Related posts

જમ્મુ કાશ્મીર : ઘુસણખોરીના પ્રયાસમાં ૬ ત્રાસવાદીઓ ઠાર

aapnugujarat

अब आधार कार्ड के लिए ऑफलाइन वेरिफिकेशन

aapnugujarat

કર્ણાટકમાં ભાજપ ૧૨૫થી વધારે સીટો જીતશે : યેદીયુરપ્પા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1