Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુલવામા હુમલોઃ એસબીઆઈએ શહીદ જવાનોની લોન માફ કરી, રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈ પરિવારોને આપશે ઘર

પુલવામા હુમલા બાદ સમગ્ર દેશના લોકો બદલાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત શહીદોના પરિવારજનોની મદદ માટે આમ આદમીથી લઈ ઉદ્યોગપતિઓ, બોલીવુડ સેલિબ્રિટી આગળ આવી રહ્યા છે.
સોમવારે રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈ અને દેશની સૌથી મોટી બેંકે તેમની મદદની જાહેરાત કરી છે. એસબીઆઈની જાણકારી મુજબ શહીદ જવાનોમાંથી ૨૩ જવાનોએ એસબીઆઈમાંથી લોન લીધી હતી. બેંકે તમામ જવાનોની લોન માફ કરી દિધી છે.બેંકના મુજબ તમામ જવાનો ડિફેંસ સેલેરી પેકેજ મુજબ તેમના ગ્રાહકો હતા. એટલે તેમને ૩૦ લાખ રૂપિયાના વીમાની સુવિધા આપવામાં આવી હતી. બેંક વીમાની આ રકમ જલ્દી જાહેર કરવાને લઈને પગલા ઉઠાવી રહ્યું છે.
આ સાથે જ બેંકે પોતાના તમામ કર્મચારીઓને ભારત રે વીર પોર્ટલ પર જઈને જવાનોના પરિવારને મદદ કરવાની અપીલ કરી છે.બીજી તરફ ક્રેડાઈએ જાહેરાત કરી છે કે તેઓ શહીદ જવાનોના પરિવારને ઘર આપશે. ક્રેડાઈના અધ્યક્ષ જે શાહે કહ્યું, દુખમાં ડૂબેલા પરિવારને સમર્થન કરવા માટે ક્રેડાઈએ શહીદોને પોતાના રાજ્ય અથવા શહેરમાં બે રૂમનું ઘર આપવાનો પ્રસ્તાવ કર્યો છે. ૧૨ હજાર કરતા વધારે રિયલ એસ્ટેટ કંપનીએ દેશના૨૩ રાજ્યોના ૨૦૩ શહેરોમાં ક્રેડાઈના સભ્ય છે.આ પહેલા પુલવામામાં શહીદ જવાનોના બાળકોના શિક્ષણ અને રોજગાર આપવાની જવાબદારી ઉઠાવવાની મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ફાઉન્ડેશને પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. સમગ્ર દેશના લોકો શહીદ પરિવારની મદદ માટે આગળ આવી રહ્યા છે.

Related posts

अब हर मुद्दे पर भाजपा को नहीं घेरेगी तृणमूल कांग्रेस

aapnugujarat

૨ માર્ચ બાદ જાહેર થશે ચૂંટણીની તારીખ, ભાજપનાં હવે બધાં રાજ્યમાં ઈલુ ઈલુના પ્રયાસો

aapnugujarat

मायावती के भाई आनंद कुमार का नोएडा में बेनामी प्लॉट जब्त हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1