Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રથમ સેમિ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સેવા શરૂ

ભારતની પ્રથમ હાઈસ્પીડ વંદે ભારત એક્સપ્રેસની સેવા યાત્રીઓ માટે આજથી શરૂ થઇ ગઇ છે. આ ટ્રેનને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ ત્રણ સપ્તાહ માટે બુકિંગ પણ થઇ ચુક્યું છે. સામાન્ય જનતા માટે યાત્રાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આને લીલીઝંડી અપાયા બાદ વારાણસીથી દિલ્હી યાત્રા પર ટ્રેનમાં પરેશાની આવી હતી. પ્રથમ ત્રણ સપ્તાહ માટે ટિકિટનું વેચાણ થઇ ચુક્યું છે. શનિવારે રાત્રે નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, વારાણસીથી પરત ફરતી વેળા આ ટ્રેન ટુંડલા સ્ટેશનને પાર કર્યા બાદ આશરે ૧૮ કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય પાટનગર ક્ષેત્રના ચમરોલા સ્ટેશન પર રોકાઈ હતી. ટ્રેનની બહારના હિસ્સામાં કોઇ ટેકનિકલ ચીજ લાગવાના લીધે ચાર બોગી અને ખાસ ટ્રેન વચ્ચે સંપર્કમાં પરેશાની આવી હતી. ત્યારબાદ બ્રેક લગાવવામાં આવી હતી. ખામી માટે તપાસ કરવામાં આવી હતી. થોડાક સમય માટે આ ટ્રેન ટુંડલા નજીક અટવાઈ હતી. આ ટ્રેનમાં કેટલાક પત્રકારો પણ હતા. દેશની સૌથી ઝડપી ટ્રેન ગણાતી ટ્રેન-૧૮ને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલીઝંડી આપી હતી. વન્દે ભારત ટ્રેનનુ નામ ટી ૧૮ પણ રાખવામાં આવ્યુ છે. આ ટ્રેનની ગતિ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ટ્રેન પ્રયાગરાજ અને કાનપુર ખાતે રોકવામાં આવનાર છે. દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એટલે કે ટ્રેન-૧૮ને હાલમાં લીલીઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેનમાં અનેક નવી સુવિધાઓ છે. વંદે ભારત એક્સપ્રેસ ભારતની પ્રથમ સેમિ હાઈસ્પીડ ટ્રેન છે વંદે ભારત એક્સપ્રેસ અથવા તો ટ્રેન-૧૮માં દિલ્હીથી વારાણસી વચ્ચે એસી ચેર કારમાં ભાડુ ૧૮૫૦ રૂપિયા છે. જ્યારે એક્ઝીક્યુટીવ ક્લાસમાં ભાડુ ૩૫૨૦ રૂપિયા છે. જેમાં કેટરિંગ ચાર્જનો સમાવેશ થાય છે. વાપસીના ગાળા દરમિયાન ચેરકાર ટિકિટની કિંમત ૧૭૯૫ રૂપિયા છે. જ્યારે એક્ઝીક્યુટીવ કારના યાત્રીઓને ૩૪૭૦ રૂપિયા છે. વંદે ભારત એક્સપ્રેસમાં ચેરકારનું ભાડુ શતાબ્દીના ચેરકારની સરખામણીમાં ૧.૫ ગણો છે અને એક્ઝિક્યુટીવ ક્લાસના ભાડા એસી ફર્સ્ટ ક્લાસથી ૧.૪ ગણો વધારે છે. ટ્રેનમાં બે બોગી રાખવામાં આવી છે જેમાં એક્ઝિક્યુટીવ ક્લાસ અને ચેરકારનો સમાવેશ થાય છે. બંને કેટેગરી માટે ભોજનની કિંમત અલગ અલગ રાખવામાં આવી છે.આ માર્ગ ઉપર હજુ સુધી દોડનાર તે સૌથી મોટી ટ્રેન છે. આ યાત્રા ૮ કલાકમાં પૂર્ણ થશે. ધીમે ધીમે ટ્રેન ૧૮ને શતાબ્દીની જગ્યાએ દેશભરમાં શરૂ કરવામાં આવશે.વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ ઓનલાઈન પણ બુક કરી શકાય છે. ચેયરકાર ટિકિટનું ભાડુ ૧૭૬૦ રૂપિયા રહેશે.

Related posts

રામદેવના કારનામા સામે સરકારે આંખ મિંચામણા કર્યા, તેથી પતંજલિની હિંમત વધી ગઈ

aapnugujarat

President-elect of the United Nations General Assembly calls on Prime Minister

aapnugujarat

સીબીઆઈએ રાફેલ પર સવાલો કર્યા તો ‘ચોકીદારે’ અધિકારીઓની બદલી કરી : રાહુલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1