Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઈએ રાફેલ પર સવાલો કર્યા તો ‘ચોકીદારે’ અધિકારીઓની બદલી કરી : રાહુલ

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના વડા આલોક વર્માને રજા પર ઉતારી દેવાના નિર્ણય વિરુદ્ધ વિપક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્મા સામે લેવાયેલા પગલાંને ટાંકીને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. બુધવારે રાજસ્થાનના હડૌતીમાં એક રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે કાલે રાત્રે ચોકીદારે સીબીઆઈના ડાયરેક્ટરને પદ પરથી હટાવ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટરને રાફેલ સોદા પર સવાલ ઉઠાવ્યા હતા જેથી તેમને હટાવી દેવાયા તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો.રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે દેશનું બંધારણ વર્તમાન સમયે જોખમમાં છે. વડાપ્રધાન પર રાફેલ મુદ્દે આક્ષેપોને પુનઃ દોહરાવતા રાહુલ ગાંધીએ સભામાં જણાવ્યું કે પીએમ મોદીએ તેના મિત્ર અનિલ અંબાણી માટે રાફેલ સોદામાં દખલગીરી કરી હતી. યુપીએ સરકારે આ સોદાનો કોન્ટ્રાક્ટ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને આપ્યો હતો. યુપીએ સરકાર દરમિયાન રાફેલની કિંમત ૫૨૬ કરોડ રૂપિયા પ્રતિ વિમાન હતી.કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને નરેન્દ્ર મોદી સરકારની ટિકા કરી આક્ષેપો કર્યા હતા. સિંઘવીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ભારતીય એજન્સીઓને ધ્વસ્ત કરી રહી છે અને તેને આઇસીયુમાં ધકેલી દેવામાં આવી છે. કોંગ્રેસના નેતા સિંઘવીએ આક્ષેપ કર્યો કે કેન્દ્રની મોદી સરકાર કૌભાંડોની પોલ ખુલતા ડઘાઈ ગઈ છે. ‘મોદી સરકાર અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાનું વિશિષ્ટ ગુજરાત મોડલ કેન્દ્ર અને સીબીઆઈમાં લાગુ કર્યું છે. તેમણે સીબીઆઈને ક્યાંયની નથી રહેવા દીધી. રાફેલ કૌભાંડથી બોખલાયેલી સરકાર હવે આવા પગલાં લઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ સીબીઆઈના બન્ને ટોચના અધિકારીઓના લાંચ કેસને લઈને સરકારે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા તેમજ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા. વિવાદ વકરતા સરકાર તરફથી નાણાં મંત્રી અરુણ જેટલીએ નિવેદન રજૂ કર્યું હતું. જેટલીએ જણાવ્યું કે સીવીસીની ભલામણોને આધારે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર ઉતારવાનો કેન્દ્રે નિર્ણય લીધો હતો. એજન્સીની અખંડતા અને વિશ્વસનિયતાને પુનઃસ્થાપિત કરવા માટે આ અત્યંત આવશ્યક હતું. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને આ અંગે ગઈકાલે સાંજે ભલામણ કરી હોવાનું જેટલીએ જણાવ્યું હતું.જેટલીએ વધુમાં જણાવ્યું કે દેશની ટોચની તપાસ સંસ્થાના બે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આક્ષેપ તેમજ પ્રતિઆક્ષેપ ખુબજ વિચિત્ર અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ દર્શાવે છે. આ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરશે બન્ને અધિકારીઓને ત્યાં સુધી કામથી દૂર રખાશે.

Related posts

रेलवे ने 15 अगस्त को लेकर निर्देश जारी किए

aapnugujarat

आजम खान की यूनिवर्सिटी पर लगा ३.२७ करोड़ जुर्माना

aapnugujarat

કૈલાસ માનસરોવર યાત્રા માટે રજિસ્ટ્રેશન શરુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1