Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ મુદ્દે કેગનો અહેવાલ સરકાર માટે કૃપા ગુણ સમાનઃ અહેમદ પટેલ

કોંગ્રેસના ખજાનચી અને સિનિયર નેતા અહેમદ પટેલે ટ્‌વીટ કરીને કેગના અહેવાલને સરકાર માટે કૃપા ગુણ સમાન ગણાવ્યો છે. ગઈકાલે સંસદમાં કેગનો અહેવાલ રાફેલ વિમાનના મુદ્દે પ્રસ્તુત થયો હતો. આ અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાફેલ વિમાનની ખરીદીમાં કોઈ ગેરરીતી થઈ નથી. ઉલ્ટાનું કેગે પોતાના અહેવાલમાં ટાક્યું છે કે આ ડીલ ગત સરકારની ડીલ કરતાં ૩ ટકા સસ્તી છે.
કેગના અહેવાલમાં રાફેલ વિમાનનો સોદો પ્રતિ વિમાન કેટલા રૂપિયામાં થયો તેનો ઉલ્લેખ ન હોવાથી હજુ પણ કોંગ્રેસને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ ટાંક્યુ હતું કે રાફેલમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થયો. જોકે, આ અહેવાલને કોંગ્રેસના નેતા અહેમદ પટેલે કૃપા ગુણ સમાન ગણાવ્યો અને નિયમોમાં છેડછાડ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો
અહેમદ પટેલે ટ્‌વીટમાં જણાવ્યું હતું કે જેમ શાળામાં માસ્તર એક વિદ્યાર્થીને ધરારથી પાસ કરવા માટે પરીક્ષાના નિયમોમાં પરિવર્તન કરે તેવી રીતે કેગ માટે રાફેલની માહિતીમાં ગેરરિતી કરવામાં આવી છે.

Related posts

चुनावों में न हो नुकसान, दलित सांसदों को मनाएंगे पीएम मोदी

aapnugujarat

ई-सिगरेट के आयात पर पाबंदी को कड़ाई से लागू किया जाए : राजस्व विभाग

aapnugujarat

महाराष्ट्र से देश में परिवर्तन की शुरुआत हुई है : संजय राउत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1