Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડકપ જીતવા રિષભ પંતને ઓપનિંગમાં ઉતારો : શેન વોર્ન

ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ન ક્રિકેટ જગતમાં પોતાની વિચિત્ર ભવિષ્યવાણી માટે પ્રસિદ્ધ છે. ઓસ્ટ્રેલિયા સામે આગામી સિરીઝ પહેતા તેમણે ભારતીય ટીમ માટે એક રસપ્રદ વાત કહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્નનું કહેવું છે કે, વર્લ્ડકપમાં રોહિત શર્માની સાથે રિષભ પંત પાસે ઈનિંગનો પ્રારંભ કરાવવો જોઈએ. પંતને એક બે મેચોમાં આ નવી ભૂમિકા આપીને જોવું જોઈએ તે કેવુ રમે છે.
વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં આ પ્રયોગ કરી શકાય છે. ૪૯ વર્ષના વોર્ને શિખર ધવન વિશે કહ્યું કે, તેને બીજી જગ્યાએ બેટિંગ કરાવી શકાય છે. ભારતની પાસે ઘણા ખેલાડી છે, જે વિભિન્ન ભૂમિકામાં પોતાને ઉપયોગી સાબિત થઈ શકે છે.
વિકેટકીપરના રૂપમાં મહેન્દ્ર સિંહ ધોની હજુ નિર્ધારિત ઓવરોમાં ટીમની પ્રથમ પસંદ છે. વોર્નનું માનવું છે કે, ધોની અને પંત બંન્નેને એક સાથે ટીમમાં રમાડી શકાય છે.
પંતને નિષ્ણાંત બેટ્‌સમેનના રૂપમાં ઉતારી શકાય છે. વોર્નને કહ્યું કે, રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. પરંતુ વર્લ્ડકપમાં રિષભ પંતને ઓપનિંગમાં ઉતારીને પોતાની વિરોધી ટીમને ચોંકાવી શકે છે.
વોર્નનું આ સૂચન શિખર ધવન માટે ઝટકો હોય શકે છે, જે છેલ્લી બે મહત્વની ટૂર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭ અને એશિયા કપ) દરમિયાન લયમાં હતો. હવે જોવું એ રહ્યું કે ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્નની આ વાતો આગામી દિવસોમાં કેટલી સાચી સાબિત થાય છે.

Related posts

ઋષભ પંત ખતરનાક ખેલાડી : શેન જુર્ગનેસ

editor

વર્લ્ડ કપ થાળીમાં કોઈ પીરસીને નહીં આપે : Rohit Sharma

aapnugujarat

Eoin Morgan salutes ‘outstanding’ England and ‘match-winner’ Jonny Bairstow as hosts reach semis

aapnugujarat

Leave a Comment

UA-96247877-1