Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ડબલ્યુપીઆઈ ફુગાવો ૧૦ મહિનાની નીચી સપાટીએ

ભારતમાં વાર્ષિક હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૧૦ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ ફુગાવો ૨.૭૬ ટકા રહેતા રાહત થઇ છે.
જાન્યુઆરી મહિનામાં હોલસેલ પ્રાઇઝ ફુગાવો એક વર્ષના આધાર પર ૧.૮૪ ટકા વધ્યો છે જ્યારે એક મહિના અગાઉની સરખામણમાં ૦.૦૭ ટકાનો વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ ચીજવસ્તુઓ, ફ્યુઅલ પ્રોડક્સની કિંમતમાં ઓછો વધારો થતાં હવે રાહત થઇ છે. ગયા મહિનામાં વાર્ષિક હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકાની સરખામણીમાં વધી ગયો હતો. અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલી આગાહીની સરખામણીમાં પણ તેમાં ઘટાડો થયો છે. બટાકા, ડુંગળી, ફળફળાદી, દૂધ જેવી રસોડામાં દરરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓની કિંમતો ઓછા પ્રમાણમાં વધી છે. આ તમામ ચીજવસ્તુઓની કિંતમ ધીમીગતિએ વધતા રાહત થઇ છે. ફુડ બાસ્કેટમાં કિંમતોમાં વધારાના દરની વાત કરવામાં આવે તો સમીક્ષા હેઠળના ગાળામાં ૨.૩૩ ટકાનો વધારો થયો છે. આ સપ્તાહમાં જ જારી કરવામાં આવેલા રિટેલ ફુગાવામાં પણ ઘટાડો થયો હતો. જાન્યુઆરી મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૨.૦૫ ટકા રહ્યો હતો. શાકભાજી અને ઇંડાઓ સહિત ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં સતત ઘટાડો જારી રહ્યો છે. ડબલ્યુપીઆઈ ડેટામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્યુઅલ અને પાવર સેગ્મેન્ટ માટે હોલસેલ આધારિત ફુગાવો ડિસેમ્બર ૨૦૧૮માં ૮.૩૮ ટકાની સામે ૧.૮૫ ટકા રહ્યો છે. મોટર ફ્યુઅલ અને એલપીજીની કિંમતમાં ઓછો ઘટાડો થયો છે.

Related posts

गिरिराज को बिहार का अगला CM बनाने की उठी मांग, बेगूसराय में समर्थकों ने लगाए नारे

aapnugujarat

બંગાળને અતિ સંવેદનશીલ જાહેર કરવાચૂંટણી પંચ સમક્ષ ભાજપ દ્વારા માંગ

aapnugujarat

વેચવાલી જારી : FPI દ્વારા ઇક્વિટીમાંથી નાણાં ખેંચાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1