Aapnu Gujarat
ગુજરાત

૫૦ લાખની રદ્દ થયેલી નોટો સાથે બે શખ્સો સનાથલ ચોકડી પાસેથી ઝડપાયા

અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ રૂપિયા ૫૦ લાખની જૂની નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે..આ શખ્સો દાણીલીમડાના બેકરીનો ધંધો કરતા તાહિર પાસેથી ૫૦ લાખ રૂપિયાની નોટો લઈને બદલાવવા જઈ રહ્યા હતા.  પોલીસે જૂની નોટોના કેસની તપાસ ઈન્કમટેકસ વિભાગને સોંપી છે.૧૦૦૦ અને ૫૦૦ની જૂની નોટ રદ્દ કરાયા બાદ પણ ગુજરાતના મોટા શહેરોમાંથી આવી નોટ મળી આવવાનો સિલસિલો યથાવત છે ત્યારે અમદાવાદમાંથી ૫૦ લાખની જૂની નોટો સાથે બે શખ્સો ઝડપાયા છે.
અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમી આધારે સનાથલ સર્કલ નજીકથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તપાસ કરતા રૂપિયા ૫૦૦ અને એક હજારના દરની ૮૧૨૭ જૂની ચલણી નોટો મળી આવી હતી. વટવાના શાંતિભાઈ ચુડાસમા અને શાહપુરના હબીબ સમા ૫૦ લાખની નોટો કમિશન મેળવવા બદલવા નીકળ્યા હતા. ગ્રામ્ય એસઓજીએ બંનેની ધરપકડ કરીને જૂની ચલણી નોટો કબ્જે કરી હતી.જૂની નોટો સાથે પકડાયેલા શાંતિભાઈ અને હબીબ જમીન દલાલીનો ધંધો કરે છે. નોટોમાં કમિશન મેળવવા તાહીર અન્સારી પાસેથી જૂની નોટોનો ૮ લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. જે પૈકીના ૬ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આ નોટો મેળવીને તેને બદલાવવા જઈ રહ્યાં હતા. આ નોટો માણેક ચોકના સોનાના વેપારી રાજુ સોનીની હોવાનું તાહીરે કબૂલ્યું છે.નોટબંધી બાદ સૌથી વધુ બ્લેક મની સોનામાં તબદીલ થયું હોવાનું ખુલ્યું હતું. જેથી ઈન્કમટેકસ વિભાગે ઝવેરીઓની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં પણ રાજુ સોનીનું નામ ખુલતા પોલીસે ઈન્કમટેકસ વિભાગને તપાસ સોંપી છે, ત્યારે આ જૂની નોટોનું કનેક્શન ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.

Related posts

પેટાચૂંટણી : ભાજપે ચાર સીટો પર આયાતી ઉમેદવારો ઉતાર્યા

aapnugujarat

સંજયસિંહની તલાટીથી મામલતદાર સુધીની સફર…

editor

કડીમાં ‘માનવતાની દિવાલ’નું શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1