Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં NDAના ઉમેદવારો ફાયનલ, ખાનગીમાં પ્રચારની લીલીઝંડી આપી દેવાઈ

સાથી પક્ષોમાં થયેલી આંતરિક સહમતિપ્રમાણેબિહારની કુલ ૪૦ લોકસભા સીટોમાંથી ભાજપ અને જેડીયુ ૧૭-૧૭ સીટ પર ચૂંટણી લડશે. જ્યારે લોક જનશક્તિ પાર્ટી માટે ૬ બેઠકો છોડી દિધી છે. આ બાબતે સૌથી વધુ નુકસાન ભાજપને થયું છે. કારણ કે કેશરીયા પાર્ટીએ ૨૦૧૪માં જીતેલી ૨૨ બેઠકોમાંથી ૫ બેઠકોનું ખૂન કરવુ પડ્યું છે. જ્યારે ૨૦૧૪ની ચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતનારી જેડીયુને ૧૫ સીટનું નેટ પ્રોફિટ થયું છે.પાસવાનની પાર્ટી એલજેપીને ન તો નુકસાન થયું છે, ન તો ફાયદો થયો છે. ગત લોકસભા ચૂંટણીમાં એલજેપી સાત બેઠકો પર લડી હતી. જેમાંથી ૬ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે ૬ લોકસભા સીટ મળી છે. આ સિવાય એનડીએ નેતૃત્વએ રામવિલાસ પાસવાનને રાજ્યસભાની કન્ફર્મ ટિકીટ આપવાનો વાદો કર્યો છે.એનડીએ ગઠબંધનનાં જવાબદાર નેતાએ જણાંવ્યા પ્રમાણે લગભગ ૩૦ ટકા ઉમેદવારોની રસંદગી થઈ ગઈછે. આ તમામને પ્રચાર-પ્રસાર માટે ભાજપ-જેડીયુ અને એલજેપી શીર્ષ નેકૃત્વ તરફથી ગ્રીન સિગ્નલ આપી દેવાયું છે. આ તમામે પોતપોતાનાં વિસ્તારમાં કામ શરૂ કરી દિધું છે.૨૦૧૪માં પૂર્ણિયા અને નાલંદા સીટ પર જેડીયુએ જીત મેળવી હતી. આ વખતે પણ આ બે સીટ નિતીશ પાસે રહેશે. આ સિવાય મુંગેર, કિશનગંજ, કારાકાટ, વાલ્મિકી નગર, દરભંગા, ઝંઝારપુર,જહાનાબાદ, ગોપાલગંજ મહારાજગંજ, બાંકા,માધેપુરા, સીતામઢી અને સુપૌલ પણ જેડીયુ પાસે રહેશે. આ સિવાય નિતીશ કુમાર ઇચ્છે છે કે સાસારામ,આરા અને પાટલીપુત્રમાંથી પણ એક સીટ ભાજપ તેમને આપી દે. સાસારામથી છેદી પાસવાન, આરાથી કેન્દ્રિય રાજ્યમંત્રી રાજકુમાર સિંહ તથા પાટલીપુત્ર લોકસભા સીટથી કેન્દ્રિય રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે ભાજપની ટિકીટ પર ચૂંટણી જીતી હતી.ભાજપે પોતાનાં માટે ભાગલપુર,નવાદા,બક્સર, ગયા કટિહાર, ખગડિયા, મધુબની. સારણ મુજફ્ફરપુર,પશ્ચિમી ચંપારણ્ય,પટના સાહિબ, પૂર્વી ચંપારણ્ય, શિવહર, ઉઝિયારપુર,પાટલીપુત્ર, સીવાન અને સાસારામ પર દાવેદેરી જમાવી છે. તેવી જ રીતે એલજેપીનાં ખાતામાં હાજીપુર, જમુઈ, સમસ્તીપુર, અરરિયા, વૈશાલી અને બેગુસરાય લોકસભા બેઠક જતી રહેશે. ૨૦૧૪ની ચૂંટણીમાં બેગુસરાયથી ભાજપનાં ઉમેદવાર ભોલા સિંહ વિજયી થયા હતાં. જો કે આ બેઠક પર ભાજપ બાજ નજર રાખીને બેઠુ છે.એલજેપી ઇચ્છે છે કે નવાદા સીટ પણ તેમને મળે. આ બેઠક પરથી સુરજભાણ સિંહની પત્નિ અને મુંગેરનાં સાંસદ વીણા દેવી ચૂંટણી લડે. નવાદા સીટનું પ્રતિનિધિત્વ વર્તમાન કૃષિ પ્રધાન ગિરીરાજસિંહ કરે છે. જો કે ગિરીરાજસિંહે આ બેઠક સિવાય અન્ય બેઠક પરથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.ભાજપનાં વિશ્વસનીય સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જે સાંસદોને ૨૦૧૯નાં મહાભારતમાં ફરી ઉમેદવારી નોંધાવવા માટે લીલી ઝંડી આપી છે. તેમાં નિત્યાનંદ રાય,સંજય જયસ્વાલ, હરિ માંઝી,રાધામોહન સિંહ,રાજીવ પ્રતાપ રૂડી અને ઓમ પ્રકાશ યાદવનું નામ સામેલ છે.

Related posts

सिंगल यूज प्लास्टिक: पीएम मोदीने 700 गांवों के सरपंचों को लिखा पत्र

aapnugujarat

ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમ હળવા થઇ શકે

aapnugujarat

Shiv Sainiks will be ready to lay first brick of Ram temple : Uddhav

aapnugujarat

Leave a Comment

UA-96247877-1