Aapnu Gujarat
રાષ્ટ્રીય

પંજાબમાં યુવતીને કાર બહાર ઢસડી જઇ ૧૦ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચરતા ખળભળાટ

પંજાબમાં એક ૨૧ વર્ષની યુવતી પર ૧૦ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલા તેના એક મિત્ર સાથે કારમાં સવારી કરી રહી હતી. આ સમયે બદમાશોએ તેમની કાર રોકી હતી અને યુવતીને કાર બહાર ઢસડી જઈને તેણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે આ બનાવ અંગે સોમવારે જણાવ્યું હતું કે, યુવતી શનિવારે તેના એક મિત્ર સાથે લુધિયાણાથી ઇસેવાલ ગામ ખાતે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં ત્રણ બાઇક પર સવાર ઇસમોએ તેમની કારને રોકી હતી. આ લોકો કારનો પીછો કરી રહ્યા હતા. કેસની તપાસ કરનાર એસપી તરુણ રતને જણાવ્યું કે, કાર રોકવામાં આવતાની સાથે બાઇક સવાર લોકોએ કાર પર ઇંટો અને પથ્થરો ફેંકી હુમલો કરી દીધો હતો.
હુમલાખોરો બાદમાં કારમાંથી યુવતીને બહાર ખેંચી ગયા હતા અને બાજુમાં આવેલી કેનાલના કિનારે લઈ ગયા હતા. અહીં તેમણે બીજા છથી સાત લોકોને બોલાવ્યા હતા અને તમામ લોકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
મહિલા અને તેના મિત્રને રવિવાર સુધી પકડી રાખવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેણી પર દુષ્કર્મ થયાની પુષ્ટિ થઈ છે. પોલીસે આ ગુનામાં આઈપીસીની સંબંધીત કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી પાસેથી માહિતી મેળવીને પોલીસે તમામ આરોપીઓને ઝડપવા માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.

Related posts

તાંતીયાણા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

લોકસભા ચૂંટણી : અમિત શાહની યોગી સાથે મિટિંગ

aapnugujarat

4 Rajya Sabha members quits TDP joins BJP

aapnugujarat

Leave a Comment

UA-96247877-1