Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પને દિવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ મળશે

અમેરિકામાં ફરી સરકારી કચેરીઓમાં શટડાઉનને રોકવા અને અમેરિકા મેક્સિકો સરહદે દિવાલનું નિર્માણ કરવા માટે અમેરિકી સાંસદો વચ્ચે સમજુતી થઈ ગઈ છે. સોમવારે રાત્રે થયેલી આ સમજુતી અંતર્ગત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને દિવાલ બનાવવા માટે ૧.૪ અબજ ડોલરનું ભંડોળ મળશે. સંસદમાં મળેલી સહમતિ મુજબ ટ્રમ્પની રીપબ્લિકન પાર્ટી કોઈપણ કારણસર સરકારી કામકાજ ઠપ નથી થવા દેવા ઈચ્છતી. જેને પગલે તેમને દિવાલ નિર્માણ માટે ફંડ આપવા સમજૂતિ કરવી પડી છે.ટ્રમ્પે આ માટે ૫.૭ અબજ ડોલરની માંગ કરી હતી પરંતુ તેમને ૧.૪ અબજ ડોલરનું ભંડોળ મળશે. આ ફંડની મદદથી ૫૫ માઈલ લાંબી વાડ લગાવી શકાય છે. આ સ્ટીલની વાડ હશે જ્યારે ટ્રમ્પે કોંક્રિટની દિવાલ બનાવવાનું વચન આપ્યું હતું. વ્હાઈટ હાઉસે ડિસેમ્બરમાં ૨૧૫ માઈલ લાંબી દિવાલ બનાવવાની વાત જણાવી હતી. સોમવારે થયેલી સમજુતીથી પ્રાપ્ત ભંડોળની મદદથી ટેક્સાસના રિયો ગ્રાન્ડ વેલીમાં દિવાલનું નિર્માણ થશે.સેનેટની વિનિયોગ સમિતિના અધ્યક્ષ રિચર્ડ શેલ્બીએ જણાવ્યું કે, ‘અમારી વચ્ચે સૈદ્ધાંતિક સહમતિ થઈ છે.’ આ અંગે મંગળવાર અથવા ત્યારબાદ સત્તાવાર માહિતી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે ફરીથી શટડાઉનની ભીતિ વચ્ચે સાંસદો વચ્ચે આ સહમતિ મેળવવામાં આવી છે.સૂત્રોના મતે હજુ આ અનૌપચારિક હોવાથી તેની માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી અને તેને ગુપ્ત રાખવામાં આવી છે.

Related posts

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

aapnugujarat

लेबनान ने पीएम को किडनैप करने का नया आरोप लगाया

aapnugujarat

અમેરિકાએ ચીન પર નવા પ્રતિબંધો લગાવ્યા

editor

Leave a Comment

UA-96247877-1