Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સંયુક્ત અરબ અમીરાતે ભારતના રિફાઈનરી અને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો પ્રસ્તાવ આપ્યો

તેલની સતત વધી રહેલી માંગણીને ધ્યાનમાં રાખતા સંયુક્ત અરબ અમીરાતે ભારતના રિફાઈનરી અને પેટ્રોરસાયણ ક્ષેત્રમાં રોકાણ વધારવાનો પ્રસ્તાવ આપ્યો છે. યૂએઈએ રાજ્ય પ્રધાન અને એડીએનઓસીના સીઈઓ સુલ્તાન અહમદ અલ-જબરે કહ્યું કે ભારત માત્ર અમારા માટે બજાર નથી પરંતુ આ એક મહત્વપૂર્ણ રાજનૈતિક ભાગીદાર છે. અમે માત્ર ભારતને કાચુ તેલ વેચનારા દેશ બનીને નહી રહેવા ઈચ્છતા, અમે પોતાના સંબંધોને રણનૈતિક ભાગીદારીમાં પહોંચાડવા ઈચ્છીએ છીએ. ત્યારે આવામાં અમે ભારતમાં રિફાઈનિંગ અને પેટ્રોરસાયણ સેક્ટરમાં પોતાનું રોકાણ વધારવા ઈચ્છીએ છીએ.આપને જણાવી દઈએ કે અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની અને તેની ભાગીદાર સાઉદી અરબને મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પ્રસ્તાવિત ૪૪ અબજ ડોલરની રિફાઈનરી અને પેટ્રોરસાયણ પરિયોજનામાં ૫૦ ટકા ભાગીદારી લીધી છે. ડોક્ટર સુલતાન અહમને જ્યારે પૂછવામાં આવ્યું કે રત્નાગીરીમાં પ્રસ્તાવિત છ કરોડ ટનની રિફાઈનરીમાં તેમની કંપની એડીએનઓસી કેટલી ભાગીદારી ખરીદશે તો તેમણે કહ્યું કે અમે શરુઆતી દોરમાં છીએ. પરિયોજનાનું સ્વરુપ નક્કી કરવામાં આવી રહ્યું છે. એડીએનઓસીએ કર્ણાટકના મંગલૂર અને પાદુરમાં બનેલા રણનૈતિક ભૂમિગત તેલ ભંડારગૃહોમાં પોતાનું તેલ રાખવાની પહેલ કરી છે. તેમણે કહ્યું કે ભારત અમારા રણનૈતિક એજન્ડામાં ખૂબ ઉપર છે. ભારતમાં રણનૈતિક ભંડાર વધારવું આ એજન્ડામાં શામિલ છે.આપને જણાવી દઈએ કે સરકારે દેશમાં ગેસ અને તેલ ભંડારની શોધનું કામ તેજ કરવાની યોજના બનાવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સંબંધિત કંપનીઓથી આ મામલે યોજના રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર તેલ તેમજ ગેસ નિયામક હાઈડ્રોકાર્બન મહાનિદેશાલયે જાન્યુઆરી મહીનામાં વિભિન્ન પ્રાઈવેટ અને સરકારી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી અને અનુરોધ કર્યો હતો કે તેઓ પોતાની પાસે ઉપસ્થિત તેલ અને ગેસ બ્લોકમાં શેલ સંસાધનોના દોહનના કામને આગળ વધારે.

Related posts

પાકિસ્તાનમાં ભગતસિંહને સર્વોચ્ચ વીરતા પદક આપવાની માંગ ઉઠી

aapnugujarat

उ.कोरिया ने US को दी युद्ध की धमकी

aapnugujarat

किसी भी वक्त छिड़ सकता हैं परमाणु युद्ध : उत्तर कोरिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1