Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રજૂ કરશે પૂરાવા

પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મેહમૂદ કુરૈશીએ જણાવ્યું કે, કુલભૂષણ જાધવની કથિત વિધ્વંસક પ્રવૃત્તીઓ વિરૂદ્ધ ૧૯ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પૂરાવા રજૂ કરવામાં આવશે. કુલભૂષણ જાધવ પૂર્વ નૌકાદળના અધિકારી હતા.
મહત્વનું છે કે, પાકિસ્તાનની નૌસેનાની કોર્ટે જાધવને જાસૂસી કરવાના આરોપમાં એપ્રિલ ૨૦૧૭ના રોજ મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ નિર્ણયની વિરૂદ્ધમાં ભારતે તે જ વર્ષે આંતરાષ્ટ્રીય અદાલતમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતની અપીલનો નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવની સજા સ્થગિત કરી છે.
કુલભૂષણ જાધવના મામલાની આગળની સુનાવણી ૧૮થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કરવામાં આવશે. એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કુરૈશીએ જણાવ્યું કે, પાકિસ્તાન પાસે જાધવ વિરૂદ્ધ દેશમાં ગેરકાનૂની ગતિવિધિયો કરવાના પૂરાવા છે. જાધવે પણ તેમાં સામેલ હોવાની વાત કબૂલી છે.
પાકિસ્તાનનું કહેવું છે કે, સુરક્ષાકર્મીઓએ માર્ચ ૨૦૧૬માં બલૂચિસ્તાન વિસ્તારમાં જાધવને હિરાસતમાં લીધો હતો, જ્યાં તેઓ ઇરાનમાં કથિતરૂપે ઘુસી આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાને જણાવ્ચું કે, જાધવ કોઇ સાધારણ વ્યક્તિ નથી તે જાસૂસી અને વિધ્વંસકની ગતિવિધિયો કરવાના ઇરાદે દેશમાં પ્રવેશ્યો હતો.

Related posts

જર્મનીમાં ચર્ચમાં હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરતાં 6 લોકોનાં મોત

aapnugujarat

रूस: पायलट ने खेत में उतारा विमान, 226 की बची जान

aapnugujarat

PM Modi hails ‘Nari Shakti’ in his address to Indian Diaspora in The Hague  

aapnugujarat

Leave a Comment

UA-96247877-1