Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર એક મહિનામાં ૨૫ લાખ ખેડૂતોનું દેવુ માફ કરશે

મધ્યપ્રદેશમાં ખેડૂતોના દેવામાફીનો મોટો મુદ્દો લઇને સત્તામાં આવેલી કમલનાથ સરકાર આ કાર્ય કરવામાં જોડાયેલી છે. મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, આગલા મહિના સુધી રાજ્યના ૨૫ લાખ ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. જેથી કમલનાથ સરકાર લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગું થયા પહેલાં જરૂરી કાર્યવાહીમાં લાગી ગઇ છે.
કમલનાથે છિંદવાડામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન જાણકારી આપી કે, દેવામાફી સાથે જે તે ખેડૂતનું નામ અને તે કયા ગામનો રહેવાસી છે તે પણ જાણકરી આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, તે દિવસે હું દેવામાફી મુદ્દે ભાજપે ઉઠાવેલ સવાલો વિશે પુછીશ.
કમલનાથે કહ્યું કે, ખેડૂતોના દેવામાફીની પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યમાં આજ સુધી ૫૦ લાખથી વધુ ખેડૂતોના દેવામાફીનાં આવેદન સરકારને મળી ચુક્યા છે. જેમાં શરૂઆતમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં ૨ લાખ ૨૭ હજાર, સરકારી બેંકોમાં ૧૮ લાખ ૩૪ હજાર, ક્ષેત્રીય ગ્રામીણ બેંકોમાં ૯૪ હજાર ખેડૂતો છે. જેમનું દેવુમાફ કરાશે.

Related posts

2 जुलाई को PM कर सकते हैं राम मंदिर के लिए भूमिपूजन!

editor

केंद्र ने राज्यों को GST के 36,400 करोड़ रुपए जारी किए

editor

दिल्ली-NCR में गर्मी का पारा 45 पर पंहुचा और प्रयागराज में 48 के पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1