Aapnu Gujarat
Uncategorized

રાજકોટ સિવિલહોસ્પિટલમાં મહિલાની છેડતી કરનાર યુવકની ધોલાઇ

કહેવાય છે કે હાલના સમયે મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ માટે કાયદો વ્યવસ્થાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બધા દાવા માત્ર કાગળ પર અને નેતાઓના ભાષણ પૂરતા જ હોય તેમ લાગી રહ્યું છે, આ વાતની પુષ્ટી કરતી ઘટના રાજકોટમાં બની છે, અહીં સિવિલ હોસ્પિટલ જેવી સુરક્ષીત જગ્યાએ પણ મહિલાઓ સુરક્ષીત નથી.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક ચૂસ્ત પોલીસબંદોબસ્ત હોય છે, તેમ છતાં અહીં મહિલાની છેડતીની ઘટના બની છે, અહીં ઇમરજન્સી વોર્ડ પાસે એક શખ્સ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી, છેડતી બાદ મહિલાએ યુવકને જાહેરમાં લમધારી નાખ્યો. બાદમાં એકત્રિત થઇ ગયેલા ટોળાએ પણ યુવકને મેથીપાક આપ્યો અને પોલીસ હવાલે કર્યો.
કહેવામાં આવી રહ્યું છે કે રોમીયો છેલ્લા ત્રણ દિવસથી મહિલાનો પીછો કરતો હતો અને સોમવારે જેવી મહિલા દવા લેવા આવી કે ત્યાં ઇમરજન્સી વોર્ડ પાસે લાગ જોઇને છેડતી કરી હતી, જો કે મહિલાએ રોમીયોને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટના બાદ હાજર પોલીસકર્મીએ મામલો થાળે પાડ્યો અને રોમીયોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

Related posts

रोहित शर्मा टेस्ट क्रिकेट में कर सकते हैं ओपनिंग : गिलक्रिस्ट

aapnugujarat

લીલી નાઘેર તરીકે ઓળખાતા ચોરવાડ તેમજ ઘેડ વિસ્તારની શાન એટલે પાદળી

editor

ખનીજ ચોરીના કેસમાં ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા સેંકડો મહિલાઓ દ્વારા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1