Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તેજસ્વીને સરકારી બંગ્લો ખાલી કરવા સુપ્રિમનો આદેશ, ૫૦ હજારનો દંડ ફટકાર્યો

આરજેડી નેતા અને લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સરકારી બંગ્લા વિવાદ પર સુપ્રીમ કોર્ટે ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. સરકારી બંગ્લો વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી રદ કરી દીધી અને સાથે અરજીને તુચ્છ અરજી ગણાવતા ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટફાર્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, પહેલા તમે નાયબ મુખ્યમંત્રી હતા, જે હવે નથી. હવે તમે વિપક્ષી નેતા તરીકે બંગલો મેળવી લીધો છે. હકીકતમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો.
પટના હાઇકોર્ટ બિહાર વિધાનસભામાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવેલી અરજીને રદ કરતા તેમને રાહત આપવાથી ઇન્કાર કરી દીધો હતો. હકીકતમાં બિહાર સરકારે તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી પદેથી હટાવ્યા બાદ તેમને ૫ દેશરત્ન માર્ગ પર સ્થિત સરકારી બંગ્લો ખાલી કરવાના આદેશ આપ્યા હતા. આ આદેશ વિરુદ્ધ તેજસ્વીએ અરજી દાખલ કરી હતી પરંતુ સિંગલ જજ બેન્ચે રાજ્ય સરકારના આદેશની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Related posts

Prime Minister Modi arrives in Myanmar

aapnugujarat

ટિ્‌વટર પર મોદી બાદ જેટલી લોકપ્રિય નેતા

aapnugujarat

એચ-૧બી અરજીની પ્રક્રિયા આજથી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1