Aapnu Gujarat
બ્લોગ

વિશ્વભરમાં આત્મહત્યાને કારણે થતાં મોતમાં એક તૃતીયાંશનો ઘટાડો નોંધાયો

વિશ્વભરમાં આત્મહત્યાને કારણે થનારા મોત મામલે વર્ષ ૧૯૯૦ બાદ આશરે એક તૃતીયાંશનો ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં જાહેર કરાયેલા એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. ધ બીએમજે પત્રિકા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ૨૦૧૬માં આત્મહત્યા કરનારા લોકોમાં અંદાજે ૪૪.૨ ટકા લોકો ભારત અને ચીનમાંથી હતાં.
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, ૧૯૯૦થી ૨૦૧૬ દરમિયાન આત્મહત્યાના કારણે થનારા મોતની સંખ્યામાં ૬.૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો, પરંતુ ઉંમરને આધાર પર આ દરને સરખાવતા શોધકર્તાઓએ નોંધ્યું કે, આ સમયગાળામાં આત્મહત્યાથી થનારા મોત મામલે વૈશ્વિક મૃત્યુદરમાં આશરે ૩૩ ટકાનો ઘટાડો નોંધાયો છે.
અમેરિકાની વોશિંગ્ટન યૂનિવર્સિટીના સંશોધનકર્તાઓએ નોંધ્યું કે, આત્મહત્યાને કારણે થનારા મોતનો દર મહિલાઓની સરખામણીએ પુરૂષોમાં વધારે છે. સાથે જ સામાજિક અને આર્થિક નુકસાન સંબંધિત મામલાઓમાં આત્મહત્યા કરનારાની સંખ્યા સૌથી વધુ છે. આત્મહત્યા જનસ્વાસ્થ્યનો વૈશ્વિક મુદ્દો છે, અને દર વર્ષે અંદાજે ૮ લાખ મોત નોંધાઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું લક્ષ્ય ૨૦૧૫થી ૨૦૩૦ દરમિયાન આત્મહત્યાથી થનારા મૃત્યુની સંખ્યાને એક તૃતીયાંશ સુધી ઘટાડવા માગે છે.

Related posts

बजट ऐसा कि भारत बदले

editor

તેજીથી ઓગળી રહ્યો છે હિમાલયનો ગ્લેશિયર

editor

ડૉ. બાબાસાહેબ આંબેડકર : યોગ્યતાનાં આધારે મહાનતા : દલિતોધ્ધારની માંગણી કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1