Aapnu Gujarat
બ્લોગ

ડૉ. બાબાસાહેબ આંબેડકર : યોગ્યતાનાં આધારે મહાનતા : દલિતોધ્ધારની માંગણી કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકર

યોગ્યતાનાં આધારે મહાનતા
ડૉ. આંબેડકરે પોતાની યોગ્યતાના આધારે મહાનતા મેળવી હતી. તેમની મહાનતા સર્વસ્વીકૃત, સ્વયંસ્ફુરિત હતી. થોપેલી કૃત્રિમ નહીં. નેતાનો જન્મ જેલમાં થતો નથી, પરંતુ નેતા જનમાનસમાં જન્મે છે. જનતાનાં સુખદુઃખમાં જે જનતા સાથે હોય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાના ત્યાગ અને સંઘર્ષમય જીવન દ્વારા પોતાની આર્ષદૃષ્ટિ, વિલક્ષણ બુદ્ધિ, પ્રતિભા અને ગહનચિંતન દ્વારા દલિતોના દિમાગ પર જાદુ કર્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકર જનતા દ્વારા વધાવી લીધેલા સાચા સહૃદયી અનુપમ અભિન્ન નેતા હતા, મજલૂમોના મસીહા હતા.
(સાભાર, ડૉ. આંબેડકર જીવનચરિત્ર ડો. પી.જી.જ્યોતિકર, પ્રકાશક-સચિવ-રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સચિવાલય, ગાંધીનગર.)

દલિતોધ્ધારની માંગણી કરતા ડૉ. બાબાસાહેબ આંબેડકર
૧૯૬૮માં સ્વ. ઈન્દિરા ગાંધીએ પણ એક સમિતિની નિમણૂંક કરી અને પુછાવ્યું કે, ‘અસ્પૃશ્યતા છે કે નહીં.’ તેમનો મૂળ હેતુ તેમને અનુકુળ અહેવાલ ઊભો કરી, ‘અનામત પ્રથા’ રદ કરવાનો હતો. પરંતુ તેમાં તેઓ કારગત નીવડ્યા નહીં. રાષ્ટ્રમાંથી અસ્પૃશ્યતા ખતમ થઈ ગઈ છે એવા મતલબનો અહેવાલ લખી આપવા એક સભ્યને ત્રણ લાખ રૂપિયા આપવાની વાતો પણ સંસદમાં ચર્ચાતી હતી. અનામતના કટ્ટર વિરોધી એવા એન.કે.બોઝને અનુ.જાતિ જનજાતિના કમિશનર તરીકે નીમ્યા. દલિતવર્ગના લોકોએ વિરોધ કર્યો, તેની અવગણના કરી, તેનો સમય ઊલટાનો એક વર્ષ વધારી દીધો. આમ અનામત પ્રથાને યેનકેન પ્રકારે રદ કરવાના કાવતરાં ૧૯૫૪થી ચાજુ જ હતાં.
(સાભાર. ડૉ. પી.જી.જ્યોતિકર, પૂર્વોક્ત)

સૌજન્ય :- ગીતા પબ્લિકેશન
ક્રમશઃ

Related posts

હાલ નોકરીની જગ્યાઓ પર મહિલામાં ક્વીન બી સિંડ્રોમ

aapnugujarat

એઇડ્‌સ સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે..!! વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા

aapnugujarat

શાકાહારી બનો નહીં તો પૃથ્વી પર થશે અનર્થ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1