Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પ્રિયંકા ગાંધી મામલે થયો સૌથી મોટો સરવે, ૫૬ ટકાએ કહ્યું, પીએમ પદની છે દાવેદાર

જ્યારથી પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા છે.ત્યારથી અનેક પ્રકારની ચર્ચા થઈ રહિ છે. અનેક પ્રકારનાં પોલીટીકલ મીડિયા સરવે બહાર આવી રહ્યા છે. જે સરવેમાં અનેક પ્રકારની ચોંકાવનારી વિગતો બહાર આવે છે. સક્રિય રાજનિતીમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી આગામી ચૂંટણીમાં શું સ્થિતી થશે? પ્રિયંકાથી કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન કે પછી કોઈ અસર નહિ થાય. પ્રિયંકા ગાંધીનાં યુપી પ્રભારી બન્યા પછી સતત આવા સવાલો ચર્ચાઈ રહ્યા છે. ખાનગી ન્યુઝ એજન્સીએ કરેલા સર્વેમા અનેક સવાલોનાં જવાબ મળ્યા છે. સરવેમાં જે ચોંકાવનારી હકિકત બહાર આવી છે., જેમાં પ્રિયંકા ગાંધીનાં કોંગ્રેસ પ્રવેશથી દેશભરમાં કોંગ્રેસને ફાયદો થશે. પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ નિવેદનબાજી કરવા માટે ભાજપને નુકસાન વેઠવું પડશે.
પ્રિયંકા ગાંધીનાં આવવાથી કોંગ્રેસને શું ફાયદો થશે? આ સવાલનાં જવાબમાં ૫૦ ટકા લોકો એવું માને છે કે દેશભરમાં ફાયદો થશે. ૧૮ ટકા લોકોએ કહ્યું છે કે યુપીમાં ફાયદો થશે. તેમજ ૨૪ ટકા લોકોનું કહેવું છે કે કોઈ ફાયદો નહિ થાય.
પ્રિયંકાની એન્ટ્રીથી ભાજપને ફાયદો થશે? તો ૫૧ ટકા લોકોનો જવાબ ના છે.૪૪ ટકા લોકો હા કહે છે. અને માત્ર પાંચ ટકા લોકોને કાંઈ જ ખબર નથી. પ્રિયંકા ગાંધી વિરૂદ્ધ ટિપ્પણી કરવાથી ભાજપને નુકસાન થશે? આ સવાલનાં જવાબમાં ૭૧ ટકા લોકોએ હા કહ્યું છે. જો કે માત્ર ૬ ટકા લોકો આ બાબતે અનિર્ણીત છે.
સરવેમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ૫૦ ટકા જનતા એવું માને છે કે રાહુલ ગાંધી નિષ્ફળ થયા છે. તેથી જ પ્રિયંકા ગાંધી રાજકારણાં આવ્યાં. ૪૬ ટકા લોકો રાહુલ ગાંધીને નિષ્ફળ માનતા નથી. જ્યારે માત્ર ૪ ટકા લોકો કાંઈ પણ કહેતા નથી. પ્રિયંકા ગાંધીને કારણે અન્ય પક્ષોને નુકસાન થશે. આ સવાલનાં જવાબમાં ૫૨ ટકા લોકોનું કહેવું છે કે ભાજપને નુકસાન થશે. ૩૨ ટકા જનતા કહે છે કે મહાગઠબંધનને નુકસાન વેઠવું પડશે. તેમજ આઠ ટકા લોકો કહે છે કે પ્રિયંકાને લીધે કોઈ નુકસાન નહિ થાય.છેલ્લા ઘણાં સમયથી પ્રિયંકા ગાંધીનાં રાજનિતી પ્રવેશની ચર્ચા ચાલતી હતી. સરવેમાં એમ પણ જાણવા મળ્યું કે શું પ્રિયંકા ગાંધી મોડે-મોડે રાજનીતિમાં પ્રવેશ્યા છે. તો ૭૪ ટકા લોકો કહે છે કે પ્રિયંકા ગાંધી ઘણાં સમય પછી રાજનીતિમાં આવ્યા. ૨૧ ટકા લોકો ના કહે છે. તેમજ પાંચ ટકા લોકો કાંઈ ન બોલી શક્યા. શું પ્રિયંકા ગાંધીમાં વડાપ્રધાન બનવાનાં ગુણ છે? આ સવાલનાં જવાબમાં ૫૬ ટકા લોકો હા કહે છે. જ્યારે ૨૯ ટકા લોકો ના કહે છે, તો ૧૫ ટકા લોકો અનિર્ણીત રહ્યા છે.

Related posts

મેઘાલયમાંથી અફસ્પા દૂર કરવા માટે મહત્વનો નિર્ણય

aapnugujarat

‘સવર્ણોની ૧૦ ટકા અનામતમાં મુસ્લિમોને પણ લાભ આપો’ : કે.સી.આર

aapnugujarat

Gangster Vikas Dubey arrested in Ujjain

editor

Leave a Comment

UA-96247877-1