Aapnu Gujarat
બિઝનેસ

નિકાસ પોલિસીમાં ફેરફાર કરવા સરકારની તૈયારી

ચીન અને અમેરિકા વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના કારણે સરકાર હવે નિકાસ પોલિસીમાં મોટા પાયે ફેરફાર કરવાની યોજના ધરાવે છે. આના માટેની તૈયારી પણ હાથ ધરવામાં આવી છે. હકીકતમાં સરકાર વર્તમાન પરિસ્થિતીનો લાભ લેવા માટેની તૈયારીમાં છે. ટ્રેડ વોરની વચ્ચે સરકાર નિકાસને વધારી દેવા માટે યોગ્ય તકની રાહ જોઇ રહી છે. આના માટે ડ્રાફ્ટને આખરી ઓપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર હવે અમેરિકા સહિત યુરોપિયન માર્કેટમાં કારોબાર વધારી દેવા માટે તમામ શક્યતા તપાસી રહી છે. આ માર્કેટમાં ભારત એવી ચીજ વસ્તુઓ નિકાસ કરવાની ઇચ્છા ધરાવે છે જે ટ્રેડ વોરના કારણે પ્રભાવિત થઇ રહી છે. અથવા તો ટ્રેડ વોરના કારણે આ માર્કેટમાં આવી ચીજ વસ્તુઓના સપ્લાયમાં તકલીફ પડી રહી છે. નવી નિકાસ પોલિસી હેઠળ સરકાર એવા નિકાસકારોને નાણાંકીય મદદ પણ આપી રહી છે જે ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન દેશોની સાથે કારોબાર કરે છે. સાથે સાથે કારોબાર વધારી દેવા માટેની ક્ષમતા ધરાવે છે. જો આ નિકાસકારો પોતાની નવી રણનિતી હેઠળ નિકાસને વધારી દેવા માટે વિચાર આપશે તો સરકાર તેમને નાણાંકીય મદદ કરનાર છે. આ ઉપરાંત સરકાર અમેરિકી ચીજ વસ્તુઓ પર આયાત ડ્યુટીને વધારી દેવાના પ્રસ્તાવને હાલમાં બાજુએ મુકી શકે છે. સરકારનુ ધ્યાન હાલમાં કેમિકલ, ફાર્મા, પુટવેયર, ઇલેક્ટ્રીક ચીજો ટેક્સટાઇલની ચીજો પર કેન્દ્રિત છે. અમેરિકા હાલમાં પોતાના ત્યાં મોટી ડયુટી લાગુ કરીને આવી ચીજોને રોકે છે. ચીને પણ ટ્રેડ વોરને લઇને પોતાના મોરચા ખોલી દીધા છે. આવી સ્થિતમાં ભારતે લાભ ઉઠાવવા માટે કમર કસી છે.

Related posts

રેલવે એ એપ્રિલમાં ૧૨૨.૨ મેટ્રિક ટન માલની હેરફેર કરી નોંધાવ્યો રેકોર્ડ

aapnugujarat

સેન્સેક્સ ૩૦૫ પોઈન્ટ અપ

aapnugujarat

મની લોન્ડરિંગ એક્ટના અમલથી જ્વેલરીનું વેચાણ ૫૦% ઘટ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1