Aapnu Gujarat
બિઝનેસ

રેલવે એ એપ્રિલમાં ૧૨૨.૨ મેટ્રિક ટન માલની હેરફેર કરી નોંધાવ્યો રેકોર્ડ

રેલવે માલની હેરફેર માટે બીજા સંસાધનો કરતાં પ્રમાણમાં ઓછું ખર્ચાળ અને સુરક્ષિત છે. ભારતમાં ૧૮૫૩માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ ૧૯૪૭ સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. ૧૯૫૧માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી.
ખનીજાે, ખાતર અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ, મલ્ટિમોડલ ટ્રાફિક અને અન્ય વસ્તુઓ સહિત ૈંઇ અનેક પ્રકારના માલ-સામાનનું પરિવહન કરે છે. ૧૯૯૦ના દસકાથી ઈન્ડિયન રેલવેએ નાના કન્સાઈનમેન્ટના બદલે મોટા કન્ટેઈનરોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેણે કામગીરી ઝડપી બનાવવામાં મદદ કરી છે. કોલસો, સિમેન્ટ, અનાજ અને આયર્નના જથ્થાબંધ સામાનમાંથી આઇઆરને નૂરભાડાની મોટાભાગની આવક મળે છે.
ભારતીય રેલ્વે, જેણે વર્ષ ૨૦૨૧-૨૨માં ફ્રેઇટ લોડિંગમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે તેણે એપ્રિલ ૨૦૨૨ મહિનામાં પાછલા વર્ષની સિદ્ધિને આગળ વધારી છે. ભારતીય રેલવેએ એપ્રિલ ૨૦૨૧ માં અગાઉના શ્રેષ્ઠ આંકડાઓ એટલે કે ૧૧૧.૬૪ સ્‌ કરતાં ૧૦.૫ સ્‌ (૯.૫% વૃદ્ધિ) ના વધારાના લોડિંગ સાથે ૧૨૨.૨ એમટી શ્રેષ્ઠ ફ્રેઇટ લોડિંગનો રેકોર્ડ નોંધાવ્યો છે.આ સિદ્ધિ સાથે, ભારતીય રેલવેએ સતત ૨૦ મહિના માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ માસિક આંકડાઓ નોંધાવ્યા છે અને સપ્ટેમ્બર ૨૦૨૦ માં શરૂ થયેલો ટ્રેન્ડ અપરાજિત રીતે નિરંતર ચાલુ રહ્યો છે તથા પસાર થતા હરેક મહિને માસિક ફ્રેઇટ લોડિંગના નવા રેકોર્ડ્‌સ બની રહ્યા છે. એપ્રિલ ૨૦૨૨માં ભારતીય રેલ્વે દ્વારા બુક કરાયેલ દ્ગ્‌દ્ભસ્જ પણ એપ્રિલ’૨૧માં નોંધાયેલ ૬૨.૬ બિલિયનથી વધીને ૭૩.૭ બિલિયન થયા છે. એટલે કે ૧૭.૭% નો વધારો થયો છે.
આ વૃદ્ધિને કોલસામાં ૫.૮ સ્‌ ના વધારાના લોડિંગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે,તેની સાથે ૩.૩ એમટી ખાદ્ય અનાજ અને ૧.૩ એમટી ખાતર પણ આ વૃદ્ધિને સહયોગ આપી રહ્યા છે. સ્ટીલ પ્લાન્ટ્‌સ (આયર્ન ઓર સહિત) માટે કાચો માલ અને ફિનિશ્ડ સ્ટીલ સિવાય, તમામ કોમોડિટીએ પણ ગયા વર્ષના સમાન સમયગાળામાં વૃદ્ધિ નોંધાવી છે. દૈનિક લોડ થતા વેગનના સંદર્ભમાં પણ ૯.૨% નો વધારો થયો છે તથા ભારતીય રેલવેએ ગત વર્ષે એપ્રિલ મહિનામાં ૬૦૪૩૪ વેગનની સરખામણીએ ૬૬૦૨૪ વેગન પ્રતિ દિવસ લોડ કર્યા છે.
દેશમાં આર્થિક પ્રવૃતિના ઉદભવ અને આયાતી કોલસા આધારિત ઉત્પાદનમાં ઘટાડા સાથે (કોલસાના ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવને કારણે) સ્થાનિક કોલસાની માંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જાેવા મળી છે જે રેલવે દ્વારા સતત પૂરી પાડવામાં આવી રહી છે. આ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે ૨૧ સપ્ટેમ્બરથી ૨૨ માર્ચની વચ્ચે ભારતીય રેલવેએ પાવર હાઉસમાં કોલસાના લોડિંગમાં ૩૨%નો વધારો કર્યો છે. આ ક્રમ એપ્રિલમાં પણ ચાલુ રહ્યો છે અને એપ્રિલ ‘૨૨ દરમિયાન એકંદર કોલ લોડિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે, જેમાં લાંબા સમય સુધી પ્રાથમિકતા પર વધુ કોલસો (ડોમેસ્ટિક અને ઈમ્પોર્ટેડ બંને) લોડ થઈ રહ્યો છે અને તેથી વધુ એનટીકેએમ જનરેટ થયા છે. એપ્રિલ’૨૧ ની સરખામણીએ એપ્રિલ’૨૨માં કોલસાના લોડિંગમાં ૧૧% વૃદ્ધિ જાેવા મળી છે, તે જ રીતે એપ્રિલ’૨૧ ની સરખામણીએ એપ્રિલ’૨૨માં એનટીકેએમમાં ૯% વૃદ્ધિ જાેવા મળી છે જે ૨૦% થી વધુ વધી છે. એપ્રિલ’૨૨માં પાવર હાઉસ માટે સ્થાનિક કોલસાના લોડિંગમાં પણ ૧૮.૮%ની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વધારો થયો છે.એફસીઆઇ દ્વારા સ્વસ્થ ખરીદી અને ઘઉંની નિકાસ માટેની તેજીની માંગને કારણે એપ્રિલમાં ખાદ્યાન્નના લોડિંગમાં ૯૫% નો વધારો થયો છે. વધુમાં, ખાતરોના લોડિંગમાં ૫૩% નો વધારો થયો છે. ડોમેસ્ટિક કન્ટેનર સેગમેન્ટમાં ૨૫% થી વધુ વૃદ્ધિ સાથે કન્ટેનર સેગમેન્ટ ૧૦% થી વધુ રહ્યો છે.

Related posts

બેંક ઓફ બરોડામાં બે બેંકના મર્જરને બહાલી

aapnugujarat

ક્લાઉડ પોલિસી જાહેર કરનારું મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય

aapnugujarat

દેશ – વિદેશમાં ભરવાની સુવર્ણ તક : ૩૦ ટકા સુધી સસ્તા વિમાની ટિકિટની ઓફરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1