Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઘૂસણખોરી વધારવા રોબોટિક હથિયારોનો ઉપયોગ કરશે પાકિસ્તાન

કાશ્મીર ઘાટીમાં ભારતીય સેના દ્વારા આંતકીઓ માટે ચલાવાઈ રહેલા ઓપરેશનથી પાકિસ્તાનમાં બેસેલા આકાઓમાં ફફડાટ મચી ગયો છે. જેથી આંતકવાદ ફેલાવવાનાં હેતુથી પાકિસ્તાન હવે નવી યોજના બનાવામાં લાગી ગયુ છે. પાકિસ્તાની ગુપ્ત એજન્સી ૈંજીૈં અને આતંકી સંગઠન હવે ડરને કારણે ભારત-પાકિસ્તાન બોર્ડરની લાઈન ઓફ કન્ટ્રોલ પર રિમોટથી ચાલતા હથિયારોને તહેનાત કરવાનાં પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાન ગુપ્ત એજન્સી ૈંજીૈં અને તેની આર્મીએ રોબોટિક હથિયારોને લાઈન ઓફ કંટ્રોલ એટલે કે ર્ન્ંઝ્રનાં પેલે પાર તહેનાત કરવા માટે એક મોટી યોજના તૈયાર કરી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાનનાં આ પ્લાનને ડિકોડ કર્યો છે. પાકિસ્તાન આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ૧૨.૭ રિમોટ કંટ્રોલથી ચાલનારી વેપન સિસ્ટમને તુર્કીથી ખરીદી રહ્યો છે.
ભારતીય સુરક્ષા એજન્સીઓ આંતકીઓને ઠાર કરવાની સાથે આંતકીઓને ઘૂસણખોરી કરાવતી મુજાહિદ બટાલિયન અને સ્પેશયલ સર્વિસ ગ્રુપ જેવી એજન્સીઓને પણ નિશાનો બનાવે છે. આ જ કારણે હવે પાકિસ્તાની આકાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ જ ડરથી તેઓ તુર્કીથી મંગાવેલા હથિયારોને સરહદ પર તહેનાત કરવાનો પ્લાન બનાવી રહ્યા છે, જેમાં ન તો પાકિસ્તાની સેના હશે ન તો કોઈ આંતકી સમૂહ. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાની ગુપ્ત એજન્સીઓ ૈંજીૈં લાઈન ઓફ કંટ્રોલની પેલે પાર ભારતીય સુરક્ષા બળોને નિશાન બનાવવા માટે સેટેલાઈટ ગાઈડેડ મોર્ટારને લગાડવામાં લાગી ગયુ છે.
આ પ્રકારનાં મોર્ટારનો ઉપયોગ પહેલા પાકિસ્તાની સેનાએ ક્યારેય નથી કર્યો. આ મોર્ટાર ભારતીય સુરક્ષા બળોનાં બંકરને નિશાન બનાવી શકે છે. જો કે આ પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કરવામાં ચીન, સિંગાપુર અને અમેરિકા મોખરે છે.

Related posts

કોરોના મહામારીને કાબુમાં મેળવવા હજુ પણ મોડું નથી થયુ : ડબલ્યુએચઓ

editor

पाक में पत्रकार की हत्या, आरोपी ने खुद को भी मारी गोली

aapnugujarat

विकिलिक्स संस्थापक जूलियन असांजे के अमेरिका प्रत्यर्पण आदेश पर ब्रिटेन ने किए हस्ताक्षर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1