Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોના મહામારીને કાબુમાં મેળવવા હજુ પણ મોડું નથી થયુ : ડબલ્યુએચઓ

ડબલ્યુએચઓએ કહ્યું કે કોરોના વાયરસની વિરૂદ્ધ ચાલી રહેલા વૈશ્વિક જંગમાં હવે આશાનું કિરણ દેખાવા લાગ્યું છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે કહ્યું કે કોરોના મહામારીને કાબૂમાં મેળવવા માટે હજુ પણ કંઇ મોડું થયું નથી. તેમણે દુનિયાભરના દેશોને અપીલ કરી કે તેઓ કોરોનાને ફેલાતો રોકે જેથી કરીને સમાજને ફરીથી ખોલી શકાય.
ટેડ્રોસને અંદાજો આવી ગયો છે કે આ સપ્તાહે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા બે કરોડ સુધી પહોંચી જશે. જેમાં લગભગ ૭,૫૦,૦૦૦ લોકોના મોત સામેલ છે. ડબલ્યુએચઓના પ્રમુખ ટેડ્રોસે સોમવારના રોજ કહ્યું કે આ આંકડાની પાછળ ઘણું દર્દ અને પીડા છે. તેમણે વાયરસથી લડવા માટે કોઇ નવી રણનીતિ બતાવી નથી પરંતુ તેમણે વિશ્વ માટે ન્યૂઝીલેન્ડનું ઉદાહરણ મૂકયું અને કહ્યું કે નેતાઓએ ઉપાય કરવા માટે પગલાં ઉઠાવવા જોઇએ અને નાગરિકોને નવા ઉપાયોને અપનાવાની જરૂર છે.
આપને જણાવી દઇએ કે ન્યૂઝીલેન્ડમાં ૧૦૦ દિવસથી કોરોના વાયરસનો એકપણ કેસ સામે આવ્યો નથી. ટેડ્રોસે કહ્યું કે તાજેતરમાં બ્રિટન અને ફ્રાન્સ સહિતના દેશોએ જે ઉપાય અપનાવ્યા છે તે નવા કેસને રોકવા માટે જરૂરી ખાસ રણનીતિઓનું એક સારું ઉદાહરણ છે. આ બધાની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઇમરજન્સી સર્વિસીસના પ્રમુખે કહ્યું કે કોવિડ-૧૯ અન્ય વાયરસની જેમ હવામાન પ્રમાણે ચાલતો નથી.

Related posts

Indian-American entrepreneur elected as Biden’s delegate for August convention

editor

5.3 magnitude earthquake lashes off the coast of Japan

aapnugujarat

पाक सुरक्षा बलों ने पूर्व पीएम गिलानी के बेटे के अपहरण में 2 आतंकियों को किया ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1