Aapnu Gujarat
રાષ્ટ્રીય

યુવતીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું

દિલ્હી પોલીસે સમલૈગિંક બળાત્કારના આરોપ હેઠળ એક ૧૯ વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. સમલૈગિંક સંબંધોને દેશમાં કાયદાકીય મંજૂરી મળ્યા બાદ દેશમાં પ્રથમ વખત એવો બનાવ બન્યો હશે કે એક મહિલાએ બીજી મહિલા પર બળાત્કાર કર્યો અને તેની ફરિયાદ નોંધાઈ. પીડિતાનો આરોપ છે કે બળાત્કાર કરનારી મહિલાએ તેની કમરે એક પટ્ટો બાંધ્યો હતો જેમાં પુરૂષનું કૃત્રિમ લિંગ હતું અને તેના દ્વારા સૃષ્ટી જબરદસ્તી સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. પોલીસે શિવાની નામની આરોપીને કરકરડુમા કોર્ટમાં રજૂ કરીને તેનના રિમાન્ડ માંગ્યા હતા. એક દિવસની પૂછપરછ બાદ યુવતીને તિહાર જેલમં મોકલી આપી છે.
આરોપી શિવાનીની ધરપકડ મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતાએ કલમ ૧૬૭ હેઠળ આપેલા નિવેદનના આધારે કરવામાં આવી છે. પોલીસે આરોપી યુવતીની આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ ધરકડ કરી અને તજવીજ હાથધરી છે.
પૂર્વોતર રાજ્યમાંથી આવેલી યુવતી કામકાજની શોધમાં ગુરગાંવમાં આમતેમ ભટકી રહી હતી ત્યારે દિલ્હીના રોહિત નામના યુવક સાથે તેમની મુલાકાત થઈ હતી. રોહિતે તેને કામની લાલચ આપી અને દિલશાદ કૉલૉની લઈ ગયો હતો જ્યાં તેણે એક એપાર્ટમેન્ટમાં પીડિતાને ગોંધી રાખી હતી. પોલીસે પીડિતાના નિવેદનના આધારે શિવાનીના સાથી રાહુલ અને રોહિતની પણ ધરપકડ કરી છે.

Related posts

મધ્યપ્રદેશમાં વ્યા૫મ કૌભાંડની તપાસ કરતા સીબીઆઈના ૨૦ અધિકારીઓની સામુહિક બદલી

aapnugujarat

बुलंदशहर के डीएम अभय सिंह के घर सीबीआई का छापा

aapnugujarat

દારૂલ ઉલુમ પર પ્રતિબંધ મુકવા મુસ્લિમ મહિલા સંગઠનની માંગ માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1