Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરદ પવાર મહાભારતના ‘શકુનીમામા’ઃ પૂનમ મહાજન

ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ પૂનમ મહાજને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની તુલના રામાયણ કથાની મંથરા અને મહાભારતના શકુનિ મામા સાથે કરી છે. તેમણે કહ્યું કે મોદી વિરોધીઓનું ગઠબંધન, મહા ’ઠગ’ બંધન છે. પૂનમ મહાજન રવિવારે અહીં સોમૈયા ગ્રાઉન્ડ પર યોજાયેલ એક ખેલ સ્પર્ધાના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
કાર્યક્રમમાં પૂનમે કહ્યું કે શરદ પવાર રામાયણની મંથરા, મહાભારતના શકુનિ છે. શરદ પવારે વિપક્ષમાં જે મહાભારતની શરૂઆત કરી છે તેમાં તમામના નાક કપાવાના છે. જ્યારે પવારને કંઇ ન મળ્યું તો તેઓ ત્યાંની વાતો અહીં અને અહીંની વાતો ત્યાં કરવા લાગ્યા છે. તમામ લોકો મળીને વડાપ્રધાન મોદીના વિકાસની ગતિને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, તેનાથી કોઇ ફેર નથી પડતો. ઉપરાંત પાર્ટીને તેનાથી વધુ તાકાત મળે છે.
રાહુલ ગાંધીને બાળક જણાવતા પૂનમે કહ્યું કે રાહુલ જેઓ માત્ર તેમની માતાના પુત્ર છે. આજકાલ રાફેલ-રાફેલ કરી રહ્યા. પરંતુ હવે તેઓ ’રા-ફૂલ’ બની ગયા છે. પ્રિયંકા ગાંધીને રાજકારણમાં લાવવાનો ઇરાદો ’બેટી લાઓ ઔર બેટા બચાવો’નો છે. કોંગ્રેસે તેમના ફોટાઓ કંઇક એ રીતે બધી જગ્યાએ લગાવ્યા છે જાણે તેઓ તૈમૂર અલી હોય.
વિપક્ષ પર નિશાન સાધતા પૂનમે કહ્યું કે, ‘મમતા બેનર્જીનો અર્થ ’આતંક ફેલાવનાર દાદી છે’ અને તેમના કાર્યો અમાનવીય છે. આ જ સ્થિતિ સપાના અખિલેશ યાદવ અને બસપાના માયાવતિની છે. ક્યારેક તેઓ કૂતરા-બિલાડીની જેમ લડે છે અને હવે મોદીને અટકાવવા માટે તેઓ એક સાથે કામ કરી રહ્યા છે. વિપક્ષનું મહાગઠબંધન હવે મહા ’ઠગ’ બંધન થઈ ગયું છે.

Related posts

हालात सुधारने के लिए बैंकों को 40 हजार करोड़ रुपए देगी सरकार, बजट में हो सकता है ऐलान

aapnugujarat

AIMPLB decided to file review petition regarding SC verdict on Ayodhya case

aapnugujarat

कश्मीर समस्या की समाप्ति के लिए हुर्रियत नेता तैयार तो बातचीत शुरू करे सरकार : महबूबा मुफ्ती

aapnugujarat

Leave a Comment

UA-96247877-1