Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી રાજનીતિ છોડશે તે જ દિવસે રાજનીતિને છોડી દેશે : સ્મૃતિ ઇરાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનેક વખત પોતાના રોલ મોડલ તરીકે રજૂ કરી ચુકેલા કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મોટુ નિવેદન કરતા કહ્યુ છે કે જે દિવસે નરેન્દ્ર મોદી રાજનીતિ છોડશે તે દિવસ તેની રાજનીતિનો છેલ્લો દિવસ રહેશે. સ્મૃતિએ કહ્યુ હતુ કે જો મોદી સંન્યાસ લે છે તો તેઓ પોતે પણ સન્યાસ લઇ લેશે. વડ્‌ર્સ કાઉન્ટ ફેસ્ટિવલ કાર્યક્રમના ભાગરૂપે પુણે પહોંચેલા સ્મૃતિ ઇરાનીએ કહ્યુ હતુ કે મોદી તેમના રોલ મોડલ તરીકે રહ્યા છે. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણી દરમિયાન મોદીએ સ્મૃતિને તેમની નાની બહેન તરીકે ગણાવીને તેમની પ્રશંસા કરી હતી. સ્મૃતિએ મોદી પ્રત્યે તેમનુ સન્માન જાહેર કરતા કહ્યુ હતુ કે મોદી પોતાને પ્રધાન સેવક તરીકે કહે છે. આનો દાખલો આપતા એક ચાહકે કહ્યુ હતુ કે શુ તેઓ પ્રધાન સેવક બનવાની રેસમાં છે કે કેમ તે અંગે પુછવામાં આવતા સ્મૃતિ ઇરાનીએ કહ્યુ હતુ કે જો મોદી રાજનીતિમાંથી નિવૃતિ લે છે તો તેઓ ભારતીય રાજનીતિમાંથી નિવૃતિ લઇ લેશે. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યુ હતુ કે ભાજપમાં તેઓ કેટલીક મોટી હસ્તી સાથે કામ કરી ચુકી છે. વાજપેયીને યાદ કરતા તેમણે કહ્યુ હતુ કે તેઓરાજનીતિમાં અનેક મોટી હસ્તી સાથે કામ કરી ચુકી છે. સ્મૃતિ કબુલાત કરે છે કે તે આ મામલે ખુબ ભાગ્યશાળી તરીકે રહી છે.
સ્મૃતિ હંમેશા મોદીની સૌથી વિશ્વાસપાત્ર નેતા પૈકીના એક તરીકે છે. સ્મૃતિ ઇરાનીના નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ તેમના નિવેદનને લઇને ચર્ચા રહી છે. હાલના વર્ષોમાં સ્મૃતિ ઇરાની ભાજપની સ્ટાર પ્રચારક તરીકે ઉભરી છે. એક આક્રમક નેતા તરીકેની છાપ સ્મૃતિમાં નજરે પડી છે. ભાજપના અન્ય નેતાઓ તરફથી પ્રતિક્રિયા મળી શકી નથી.

Related posts

Huge wildfire at Dzuko valley on Nagaland-Manipur border

editor

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

वोटों के लालच में पवार को हुआ मोतियाबिंद : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1