Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

શ્રીલંકામાં વીઝા નિયમોના ભંગ કરવાના આરોપમાં ૭૩ ભારતીયોની ધરપકડ

અમેરિકા બાદ હવે શ્રીલંકામાં પણ ભારતીય વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ૭૩ ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. ઈમીગ્રેશન એન્ડ એમિગ્રેશન ડિપાર્ટમેન્ટધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે ભારતીય મૂળના ૭૩ લોકોને મતુગામાની એક ફેક્ટ્રીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ વિઝાની સમય મર્યાદા પુરી થયા બાદ પણ અહીં રહી રહ્યા હતા.
ગત મહિને ઈંગિરિયાની ફેક્ટ્રીમાં કામ કરતા ૨૪ ભારતીય લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો વિઝાના સમયમર્યાદા બાદ પણ અહીં રોકાયા હતા. ધરપકડ કરવામાં આવેલા ભારતીયોને મિરિહાનામાં સ્થિત આવ્રઝન હિરાસત કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. જરૂરી ઔપચારિકતાઓ પૂરી થયા બાદ ધરપકડ કરવામાં આવેલા લોકોને ભારત મોકલવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા અમેરિકન અધિકારીઓએ કથિતરીતે દેશમાં બની રહેવા માટે એક નકલી વિશ્વવિદ્યાલયમાં દાખલો લેવાના ગુનામાં ૧૩૦ વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ડ્યૂટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે આ ધરપકડ કરી હતી.

Related posts

About 70 million people counted in 2018 as displaced from their homes: UNHCR

aapnugujarat

फिलीपींस में भूकंप के झटके

editor

ઇમરાનની પીએમ તરીકે તાજપોશીની તૈયારી શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1