Aapnu Gujarat
ગુજરાત

મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ બંધ કરાયો

અમદાવાદનો વિકાસશીલ એરિયા મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં એવું જાણવા મળી રહ્યું છે કે, દામાણી બિજનો પીલ્લર નમી પડતા સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બંને તરફ બેરીકેટ લગાવીને અંડરપાસ બંધ કરાયો છે.
આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગનો કાફલો, પોલીસ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બ્રિજને બંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ પાસે દાણામી બ્રિજ પરથી રેલવે પસાર થાય છે, જેના કારણે ઘણા સમયથી જ્યારે રેલવે પસાર થાય ત્યારે પીલ્લરમાં કંપારી થતી હોવાની ફરિયાદો મળી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઇ આગમચેતી પગલા ભરવામાં આવ્યો નહોતો. પરિમાણે આજે દામાણી બ્રિજનો પિલ્લર નમી ગયો હતો. આતો જોગાનુંજોગ કે પિલ્લર નમીને તૂટી નથી પડ્યો, નહીં તો મોટી જાનહાનિ થઇ શકે તેમ હતી.
હવે દામાણી બિજનો પીલ્લર નમી પડતા જ્યારે તંત્ર જાગ્યું છે ત્યારે બન્ને તરફ બેરીકેટ લગાવીને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે.

Related posts

બોપલ – ઘુમા, શેલા સનાથળમાં ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

editor

डॉ गुलाब चंद पटेल को सम्मान पत्र और राशि के साथ साहित्य श्री संस्था द्वारा ऑन लाइन सम्मानित किया गया

editor

શેરડી પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર, ગત્ત વર્ષ કરતા ઓછા ભાવ મળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1