Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપે રામ મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, અન્ય પાર્ટીઓ સહયોગ કરે : શાહ

ચૂંટણી અગાઉ ફરી એકવાર રામ મંદિર મુદ્દે રાજકારણ ગરમાયું છે. અયોધ્યામાં વિવાદિત જમીન પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં ગેર-વિવાદિત જમીન પરત કરવાની અરજી કરી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ‘ભાજપના મનકી બાત’ કાર્યક્રમમાં એકવાર ફરી આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારે ગેર-વિવાદિત જમીન તેના મૂળ માલિકોને પરત કરીને રામ મંદિર મુદ્દે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે.આ સિવાય ભાજપ અધ્યક્ષે અન્ય દળો પાસે પણ સહયોગની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોર્ટની અંદર લાંબી ચર્ચા થવાની છે અને કેસ ચાલી રહ્યું છે. ૧૯૯૩માં જે જમીન જપ્ત કરવામાં આવી હતી, ભાજપ સરકાર તેને રામ જન્મભૂમિ ન્યાસને પરત કરવાનો નિર્ણય લીધો છે. આ એક ઐતિહાસિક પગલું છે અને હું વિપક્ષને જણાવવા માંગુ છે કે, તેઓ અયોધ્યા વિવાદ પર કોર્ટમાં અવરોધ ના કરે.‘ભારતના મન કી બાત’ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ ભાગ લીધો હતો. શાહે જણાવ્યું હતું કે, મોદી સરકાર પોતાના મન મુજબ દેશ નથી ચલાવતી. સરકાર પ્રજાનું વલણ જાણીને તેમના મનમાં શું સારું છે, એ જાણવાનું પ્રયત્ન કરીએ છીએ. તેમણે પોતાની સરકારની વિકાસ નીતિઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમે દેશમાં લાંબા ગાળાના વિકાસનો પાયો નાખ્યો છે.

Related posts

કાશ્મીરમાં સેનાએ ત્રણ મહિનામાં ૬૦ આતંકવાદીઓ ઠાર કર્યા

aapnugujarat

લોકસભા ચુંટણીમાં ગઠબંધન મામલે શિવસેના ભાજપની મડાગાંઠ યથાવત

aapnugujarat

शिवमोगा में डायनामाइट विस्फोट में 10 की मौत

editor

Leave a Comment

UA-96247877-1