Aapnu Gujarat
ગુજરાત

ભાજપના નેતાઓ છેતરપિંડી કરે છે : શંકરસિંહ

તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકોટ ખાતે શનિવારે એક પત્રકાર પરિષદ યોજી શક્તિદળને ફરી સજીવન કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે હાલના સંજોગોમાં મજબુત યુવા સંગઠનની જરુર છે આથી શક્તિદળને ફરી સક્રિય કર્યુ હોવાનું તેમણે જણાવ્યુ હતું. બાપુએ જણાવ્યુ હતું કે આ સંગઠનને ચૂંટણી સાથે નિસબત નથી. શક્તિદળમાં એક વરસમા એક લાખ લોકો જોડાશે. અગાઉ શક્તિદળ બનાવ્યુ હતું. પરંતુ કોંગ્રેસમાં જોડાતાં અને મંત્રી બનતાં તેને વિખેરી નાંખી સેવા દળમાં વિલિન કરવામાં આવ્યુ હતું. પરંતુ આજની સમયની માંગને ધ્યાનમાં રાખી તેની પૂનઃ સજીવન કરવામા આવ્યુ હોવાનું જણાવ્યુ હતું.પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, આજે આપણે આંતરિક અને બાહ્ય અશાંતિમાંથી પસાર થઇ રહયા છીએ. ચારે બાજુ અશિસ્ત , ભ્રષ્ટાચાર, અભદ્ર વ્યવહાર, અસામાજીક અને રાષ્ટ્રદ્રોહી તત્વોની રંજાડથી સમગ્ર સમાજ ત્રસ્ત છે. પૂર્વ મુખ્યમંત્રીએ મુખ્યત્વે ભાજપ સામે તેમની નારાજગી દર્શાવી હતી. ભાજપ માત્ર જુઠ્ઠુ નથી બોલતો મોદી સહિતના નેતાઓ પ્રજાની છેતરપિંડી કરે છે એવો આક્ષેપ કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે હું સતા ઉપર હતો ત્યારે કે નથી ત્યારે મેં કોઇનું અહિત નથી કર્યુ. મારા સમયમાં ખેડૂતોને જણસના પૂરા ભાવ મળ્યા હતાં. મેં લોકદરબાર ભરીને લોકોની સમશ્યા સમજી તેનો સ્થળ ઉપર નિકાલ કર્યો છે.

Related posts

સાબરમતી જેલમાં રહેલ ૫૦ દર્દીના એક્સ-રે માટે સલાહ

aapnugujarat

મેડિક્લેમ માટે હોસ્પિટલમાં 24 કલાક એડમિટ રહેવું જરૂરી નથી : ગ્રાહક સુરક્ષા કોર્ટ

aapnugujarat

हत्या का बदला हत्या : ओढव क्षेत्र में परिवार के चार सदस्यों ने युवको को जहर पिलाया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1