Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુખ્યાત રવિ પુજારી ૨૦૦થી વધુ કેસોમાં વોન્ટેડ

કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને દક્ષિણ આફ્રિકામાંથી પકડી લેવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગતો હવે સપાટી પર આવે તેવી શક્યતા છે. પુજારી ૨૦૦થી વધારે કેસોમાં વોન્ટેડ છે. આ ખતરનાક શખ્સ રવિ પુજારીને સેનેગલના પાટનગરમાં એક સલુનમાંથી પકડી લેવામાં આવ્યો છે. તેની ૨૧મી જાન્યુઆરીના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક વિગત ખુલે તેવી શક્યતા છે. કર્ણાટકના મુખ્યપ્રધાન ઓફિસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે આ ગેંગસ્ટરને પકડી પાડવા માટે ખુબ સાવધાની રાખવામાં આવી હતી. સેનેગમા ત્રણ બસમાં પોલીસ પહોંચી હતી. તેને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. રવિ પુજારીની ધરપકડ કરવામાં આવતા બોલિવુડને પણ મોટી રાહત મળી ગઇ છે. લાંબા સમયથી તે ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકોને સતત ધમકી આપી રહ્યો હતો. કેટલાક પણ હુમલા પણ કરાવ્યા હતા. મુંબઇના જેસીપી આશુતોષ દુમ્બારેએકહ્યુ છે કે તેમની પાસે ધરપકડને લઇને પાકા સમાચાર આવ્યા છે. તેમની પાસે પુરતા પુરાવા પણ છે. અમે મજબુત કેસ તૈયાર કરી રહ્યા છીએ. પુજારી માટે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી હતી. જો કે તે લાંબા સમયથી પોલીસ અને સુરક્ષા દળોને થાપ આપી રહ્યો હતો. પુજારીએઅ દક્ષિણ આફ્રિકામાં પોતાના કારોબારને જોરદાર રીતે ફેલાવ્યો છે. કેટલાક આફ્રિકી દેશોમાં તેના રેસ્ટોરન્ટ ચાલી રહ્યા છે. જેમાં ગુયાના, બુર્કિના ફાસો અને આવિરી કોસ્ટનો સમાવેશ થાય છે. કર્ણાટક પોલીસે કહ્યુ છે કે આઇવરી કોસ્ટમાં તેના રોકાણના ગાળા દરમિયાન અમારી પાસે કેટલીક સુચના આવી હતી. ત્યારબાદ તે એકાએક ગાયબ થઇ ગયો હતો. જો કે ઇન્ટેલિજન્સ એજન્સી, ગુજરાત એટીએસ અને કર્ણાટક પોલીસ સતત આફ્રિકી દેશોના સંપર્કમાં હતી. પુજારી પર નજર રાખવામાં આવી રહી હતી. પુજારીએ સેનેગલમાં પોતાનુ નામ એન્ટોની ફર્નાન્ડિઝ રાખ્યુ હતુ. પુજારીની ધરપકડને લઈને જુદી જુદી તપાસ સંસ્થાઓ જુદા જુદા દાવાઓ કરી રહી છે. આ કુખ્યાત ડોનની ધરપકડ માટે તમામ સંસ્થાઓ ક્રેડિટ લેવાના પ્રયાસ કરી રહી છે. કર્ણાટક અને ગુજરાતના અધિકારીઓનું કહેવું છે કે પુજારીએ સેનેગલમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું. તેની પાસે બુરકીનીનો પાસપોર્ટ પણ હતો. કર્ણાટકમાં એડીજી અમર પાંડેનું કહેવું છે કે તમામ પ્રક્રિયા પુરી કરીને પુજારીને લાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતના એટીએસના અધિકારીઓનું કહેવું છે કે પુજારી કેટલાક વર્ષોમાં બિઝનેસમેન, રાજનેતાઓ અન્ય લોકોને ૭૫ થી વધારે કોલ કરીને ધમકી આપી ચુક્યો છે. તાજેતરમાં જ ગુજરાતના સીમેન્ટ કારોબારીને પણ ફોન કર્યો હતો. પુજારીએ ગુજરાતમાં પોતાના ટાર્ગેટથી ૫૦ કરોડ રૂપિયા વધારે વસુલ કર્યા હતા. કેટલાક કારોબારીઓ પાસેથી પ્રોટેકશન મની તરીકે કરોડો રૂપિયાની માંગ કરી હતી. પુજારીના બાળકોની ઓળખ પણ કરવામાં આવી છે. ગુજરાત એટીએસના અધિકારીઓનું કહેવું છે કે પુજારી સામાન્ય રીતે ચારથી પાંચ બોડીગાર્ડ સાથે રહે છે. સેનેગલ પોલીસની મદદ લેવામાં આવી હતી. પુજારીએ પ્રવાસીઓની મદદથી ૨૦૧૭માં બુરકીના અને ફાસોમાં શરણાગતિ સ્વીકારી હતી. ત્યારબાદ તે નમસ્તે ઈન્ડિયા નામના રેસ્ટોરન્ટને ચલાવી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત ડોન રવિ પુજારીની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને લઇને નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. મળેલી માહિતી મુજબ રવિ પુજારી ગાળ, ગોળી અને પેન્થર મારફતે ધમકી આપતો હતો. કોઇ પણ અંડરવર્લ્ડ ડોન માટે ગાળો અને ગોળીની બાબત સામાન્ય બાબત હોય છે. જો કે આફ્રિકી દેશ સેનેગલમાં પકડાઇ ગયેલો ડોન રવિ પુજારી બિલ્ડરો અને અન્યોને ધમકી આપતો હતો. તે બિલ્ડરો, હોટેલ માલિકો અને બોલિવુડની હસ્તીઓને ધમકી આપતો હતો. તે પોતાની ધમકીની સાથે સાથે દહેશત ફેલાવી દેવા માટે પેન્થરોનો પણ ઉપયોગ કરતો હતો. એસીપી મિલિન્દ ખેતલેનુ કહેવુ છે કે કેટલાક વર્ષ પહેલા તેઓ જ્યારે આ ડોનની સાથે સંબંધિત મામલામાં તપાસ અર્થે કર્ણાટક ગયા હતા. એ વખતે જાણવા મળ્યુ હતુ કે રવિ પુજારીએ પોતાના પંટરો મારફતે કેટલાક વેપારીના આવાસ પર વિજિટિંગ કાર્ડ મુકાવી દેતા હતા. આ વિજિટિંગ કાર્ડમાં પેન્થરોના ફોટા રહેતા હતા. જેની વચ્ચે રવિ પુજારી નામ લખવામાં આવતુ હતુ. ત્યારબાદ તે આ લોકોને ફોન કરતો હતો અને હપ્તાની માંગ કરતો હતો. ફોન પર તે ધમકી આપતો હતો. મિલિન્દ ખેતલે જ્યારે કાંદીવલી ક્રાઇમ બ્રાન્ચમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીદ શર્માની સાથે કામ કરી રહ્યા હતા ત્યારે તેઓએ તેની પત્નિને બનાવટી પાસપોર્ટના કેસના સંબંધમાં પકડી પાડી હતી. પત્નિને કેટલાક દિવસ સુધી જેલમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ તેને જામીન મળી ગયા હતા. ત્રણ મહિના બાદ તે દેશ છોડીને ફરાર થઇ ગઇ હતી. બંનેના ત્રણ બાળકો છે. જેમાં બે પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. તેની પત્ની પંજાબી છે અને તે અંધેરીમાં રહેતી હતી. બંનેએ લવ મેરિજ કર્યા હતા. રવિ પુજારીને ભારત લવાશે ત્યારે તેના બાળકોને પણ ભારત લવાશે કે કેમ તે સંબંધમાં ખુલાસો થયો નથી. એકલા મુંબઈમાં શ્રેણીબદ્ધ કેસો રહેલા છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ તેની સામે અનેક કેસો રહેલા છે. કેસોની સંખ્યા ૧૦૦થી પણ ઉપર પહોંચેલી છે. છેલ્લા બે વર્ષના ગાળામાં થાણેમાં તેના બે લોકો ઉપર મકોકા લાગુ કરવામાં આવ્યા છે. આમાંથી એક કેસ આઈએએસ ઓફિસર સાથે જોડાયેલો છે. આ કેસ બુકી સોનુ જાલાન સાથે જોડાયેલો છે. એક મામલો રવિ પુજારીના લોકો દ્વારા બિલ્ડરની હત્યા સાથે સંબંધિત છે. ભારતમાં તેની સામે નોંધાયેલા કેસો પૈકી સૌથી છેલ્લો કેસ થોડાક દિવસ પહેલા નોંધાયો હતો. જો રવિ પુજારીને સેનેગલથી લાવવામાં સફળતા મળશે તો સૌથી પહેલા આ ડોનની કસ્ટડી કર્ણાટક પોલીસને મળશે. ત્યાં ત્રણ પૂર્વ મંત્રીઓને પૈસા માટે ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હતા.

Related posts

ગુલામ નબી આઝાદે પીએમ મોદીના કર્યા વખાણ

editor

Kargil Vijay Diwas reminds us of India’s military prowess: PM Modi

aapnugujarat

શેરબજારમાં મંદી : સેંસેક્સ ૧૬૨ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1