Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાર્તિ ચિદમ્બરમને રૂ.૧૦ કરોડ જમા કરાવી વિદેશ જવા સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટે બુધવારે પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને વિદેશ પ્રવાસ કરવાની શરતી મંજૂરી આપી દીધી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, કાર્તિએ પહેલા ૧૦ કરોડ રૂપિયા સુપ્રીમ કોર્ટમાં જમા કરવવા પડશે.
આ રકમ માત્ર ખાતરી માટે જમા કરાવવી પડશે.કોર્ટે કાર્તિને ૫,૬,૭ અને ૧૨ માર્ચે ઇડીની સમક્ષ હાજર થવાના આદેશ આપ્યા છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કાર્તિને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, જો તેઓ તપાસમાં સહયોગ નહી કરે તો તેમની સાથે કડક વલણ અપનાવવામાં આવશે. કોર્ટે જણાવ્યું હતું, જે કરવું હોય તે કરો પરંતુ કાયદાની સાથે રમવાનો પ્રયાસ ના કરતા.નોંધનીય છે કે, ૧૬ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમની વિદેશ પ્રવાસની મંજૂરી માટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.ચીફ જસ્ટિસે રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, અમને આમાં કોઇ રસ નથી. અમારી પાસે વધુ મહત્વના કેસો પેન્ડિંગ છે. ત્યારબાદ સીજેઆઈએ જણાવ્યું હતું કે, અમે જોઇશું કે આ મામલે શું થઇ શકે છે.કાર્તિએ ગત નવેમ્બરમાં પણ વિદેશ પ્રવાસની મંજૂરી માટે તાત્કાલિક સુનાવણીની અરજી કરી હતી ત્યારે સીજેઆઈ રંજન ગોગોઇએ જણાવ્યું હતું કે, ભારતમાં જ રહો. ગત જુલાઇમાં સુપ્રીમ કોર્ટે તેમને એક સપ્તાહ માટે યુકે, ફ્રાન્સ અને યુએસએ જવાની પરવાનગી આપી હતી.

Related posts

ભાજપ સરકારે ખેડૂતોના નામે ૨ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચર્યું : કમલનાથ

aapnugujarat

 મંદસોર હિંસા પીડિતોને શિવરાજ મળ્યા : મૃતકોનાં પરિવારજનોને એક કરોડની સહાય અપાશે

aapnugujarat

આગામી ૪ વર્ષમાં દવાઓ પર થતો ખર્ચ ૧૨ ટકા સુધી વધશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1