Aapnu Gujarat
રમતગમત

હાર્દિક પંડ્યાની વાપસીથી ટીમનું સંતુલન વધુ સારું થયું છે : કોહલી

ભારતીય ક્રિકેટ ટીમે માઉંટ માઉંગાનુઈ વનડે મેચ જીતીને ૫ વનડે મેચોની સિરીઝમાં ૩-૦થી અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ટીમના હરફનમૌલા ખિલાડી હાર્દિક પંડ્યાના ટીમમાં પરત ફરવાથી ટીમનું સંતુલન સારું થયું છે. તમને બતાવી દઈએ કે ભારતીય ટીમ ૧૦ વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ધરતી પર વનડે સિરીઝ જીતવામાં સફળ થઈ છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ૨૦૦૯માં વનડે સિરીઝ જીતી હતી.ન્યુઝીલેન્ડ ટીમ સામે ત્રીજા વનડેમાં પંડ્યાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને બતાવી દઈએ કે આ પહેલા પંડ્યા અને કે.એલ.રાહુલ એક ટીવી શો દરમિયાન મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ બીસીસીઆઈ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા દિવસો બાદ આ પ્રતિબંધ તેમના પરથી હટાવવામાં આવ્યો હતો.પ્રતિબંધ હટાવ્યા બાદ પંડ્યાને ટીમમાં પરત લેવામાં આવ્યો છે. જેના પર ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે,મને પંડ્યાના ટીમમાં ફરી સામેલ થવા પર ખુશી થઈ છે. પંડ્યા એક એવા ખિલાડી છે જે ટીમને સંતુલન આપે છે અને પંડ્યાએ જેવી બોલિંગ કરી છે તેનાથી લાગી રહ્યું છે કે તેઓ ક્ષમતામાં વધુ સુધારા કરવા માટે વધારે મહેનત કરી રહ્યાં છે. તેઓ મેદાન પર એવી પરિસ્થિતિઓ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે જે તેમના માટે જરૂરી છે.ઉપરાંત સિરીઝ જીત્યા બાદ કોહલીએ કહ્યું કે,ત્રણે મેચ અમારી માટે સારા રહ્યા છે. ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ જોઈને મને સારું લાગી રહ્યું છે કે ટીમ બધી મેચોનું આંનદ માણી રહી છે. તમને બતાવી દઈએ કે વિરાટ કોહલી ચોથા અને પાંચમાં વનડેમાં નહીં રમે અને આરામ કરશે. આવી પરિસ્થિતિમાં રોહિત શર્મા ટીમની કપ્તાની કરશે. જેના વિશે જણાવ્તા કોહલીએ કહ્યું કે,મેં લાંબા સમયથી બ્રેક લીધો નથી અને આ ઘણું થાક લાગે એવું છે. અમે ૩-૦થી સિરીઝ જીતી લીધી છે જેથી હવે હું આરામથી રજાઓનો આંનદ લઈ શકીશ.

Related posts

પાલડી મીઠીગામની મંજુએ ૪૦૦ મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો

aapnugujarat

શ્રીલંકાના પ્રવાસમાં ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમશે ટીમ ઈન્ડિયા

editor

खेल अवॉर्ड के लिए चुने जाने पर बीसीसीआई ने रोहित को दी बधाई, कहा – हमें आप पर गर्व है हिटमैन

editor

Leave a Comment

UA-96247877-1