Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોબાઈલ સિમની જેમ સેટ ટોપ બોક્સનું કાર્ડ બદલી શકાશે

તમારા કેબલ ઓપરેટર કે પછી ડીટીએચ કંપનીથી જો તમે પરેશાન છો, તેમ છતા તમે સિમની જેમ તમારા સર્વિસ પ્રોવાઈડરને બદલી નથી શકતા. જે કે આવી પરિસ્થિતિ તમારે વધારે સહન કરવાની નહી રહે. ટેલિકોમ રેગ્યુલિટી ઓથોરિટી ઓફ ઈન્ડીયા ટ્રાઈ દ્વારા ૨૦૧૯ના અંતે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
જેનાથી તમે સેટ ટૉપ બોક્સમાં પોતાની મરજીની કંપનીનું કાર્ડ લગાવી શકશો. આનાથી એ લાખો ગ્રાહકોને ઓપરેટર પસંદ કરવામાં આઝાદી મળશે અને હાલ તેના ઓપરેટરને સરળતાથી બદલી શકશે.ટ્રાઈના ચેરમેન આર.એસ.શર્માએ જણાવ્યુ કે હું કેટલાયે સમયથી આના પર કામ કરી રહ્યો છો અને કામ થશે એવો વિશ્વાસ છે. નિશ્ચિત રહેજો અમે ઇન્ટર ઓપરેબલ સેટ ટોપ બોક્સની વ્યવસ્થા લાવીને રહેશું.ડીટીએચ ઓપરેટર્સ અને કેબલ ઓપરેટર્સ ટ્રાઈના આ પગલાનો સખત વિરોધ કરી રહ્યા છે. આ કારણે ટ્રાઈને નવી વ્યવસ્થા લાગુ કરવામાં મુશ્કેલીઓ નડી રહી છે. કોન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ સતત દલીલ કરતી રહી છે કે ઓપરેટર બદલવાની સુવિધા આપવી મુશ્કેલ છે કેમકે દરેક ઓપરેટરના સેટ-ટોપ બોક્સ અનક્રિપ્ટેડ હોય છે અને તેમાં છેડછાડ કરવાથી એકબીજા સાથે છીંડા પાડવા જેવી હાલત થશે.આ સંબંધે દેશની મોટી બે ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર્સ ડિશ ટીવી અને ટાટા સ્કાઈએ હાલ કોઈ પ્રત્યુતર પાઠવ્યો નથી. જો કે કોન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન ઈન્ડસ્ટ્રીના અધિકારીનું કહેવુ છે કે દરેક સેટ ટોપ બોક્સમાં અલગ અલગ સોફ્ટવેર અને કોન્ફીગરેશન હશે, એટલે તેમને બીજી કંપનીની સેવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા નથી.ટ્રાઈના ચેરમેનનું કહેવુ છે કે સેટ ટોપ બોક્સને પહેલાજ કોઈ ખાસ કંપનીના સોફ્ટવેરને લોડ કરીને વેચવાની જગ્યાએ નવી પદ્ધતિ અપનાવવી જોઈએ જેમાં બોક્સને ખરીદીને સોફ્ટવેરને ડાઉનલોડ કરવાની પરમિશન હોય. શર્માએ જણાવ્યુ કે ઉદાહરણ તરીકે તમે માર્કેટથી એક ન્યુટ્રલ સેટ ટોપ બોક્સ ખરીદી શકો છો અને કોઈ ખાસ કંપનીનું ન હોય તેમાં જે કંપનીની ઇચ્છો તેની ડાઉનલોડ પછી સેવા લઈ શકો છો.શર્માએ આગળ કહ્યુ કે આ કામ ખુબજ ઝડપથી સાકાર થઈ રહ્યુ છે અને તેના પર ટૂંક સમયમાં કામ પુર્ણ થઈ જશે.હાલ દેશમાં ૧૬ કરોડ પેટીવી સબ્સક્રાઈબર્સ છે અને વધારે સેટ ટોપ બોક્સ કંપનીથી જોડાયેલા છે. હાલ બીજી કંપનીની સેવા લેવા માટે ફરી બીજી વખત સેટ ટોપ બોક્સ ખરીદવું પડે તેમ છે એટલે ખરાબ સર્વિસ હોય તો પણ ગ્રાહકો પાસે કોઈ વિકલ્પ નથી રહેતો ચલાવ્યા સિવાય.પણ હવે આ મજબુરી વધારે નહી રહે પોર્ટેવિલીટીની સુવિધાથી સેટ ટોપ બોક્સ મોબાઈલ ડિવાઈસની જેમજ સિમકાર્ડની જેમજ સરળતાથી સેટ ટોપ બોક્સ કાર્ડ બદલી શકાશે.

Related posts

केरल में कांग्रेस नेता की हत्या : सीपीएम पर आरोप

aapnugujarat

देश में कोरोना का संकट जारी

editor

केजरीवाल देश द्रोहियों को बचाने का काम कर रहे हैं : मनोज तिवारी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1