Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતીય આઇટી કંપનીઓને આકર્ષવા અમેરિકામાં ઈન્સેન્ટિવની ઓફર

ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળ અમેરિકા ઇમિગ્રેશનના નિયમો ચુસ્ત બનાવી રહ્યું છે ત્યારે કેટલાંક અમેરિકન રાજ્યો ભારતીય આઇટી કંપનીઓને આકર્ષવા માટે લાલ જાજમ પાથરી રહ્યાં છે.ઇન્ડિયાના રાજ્યએ રોજગારીનું સર્જન કરવા ઇન્ફોસિસને ૩.૧ કરોડ ડોલરના ઇન્સેન્ટિવ ઓફર કર્યા છે. ઇન્ડિયાના વધુ ભારતીય આઇટી કંપનીઓને આકર્ષવા માંગે છે જેથી વધુ રોજગારી પેદા થઈ શકે.આ ઇન્સેન્ટિવ મોટા ભાગે ટેક્સ રાહત અને વન-ટાઇમ ગ્રાન્ટના સ્વરૂપમાં છે અને તે ડેવલપમેન્ટ ફંડ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવે છે. ઇન્ડિયાનાએ આપેલા પેકેજથી કંપની માટે સેન્ટર સ્થાપવાનો ખર્ચ સરભર થઈ જશે. ઇન્ફોસિસ તેની ઓફિસના લીઝિંગ અને ઇક્વિપમેન્ટ માટે ૮.૭ મિલિયન ડોલરનો ખર્ચ કરશે.એક આઇટી એક્ઝિક્યુટિવે કહ્યું કે, રાજ્યો, શહેરો અને કાઉન્ટી – બધા ઇન્સેન્ટિવ ઓફર કરે છે. અહીં એક સ્થાનિક કોલેજ નેટવર્ક છે જે ખર્ચની બાબતમાં અસરકારક રીતે ટેલેન્ટ પૂરી પાડી શકે છે. અમે સ્ટેન્ફર્ડ કે એમઆઇટીમાંથી ભરતી નથી કરવાના.ઇન્ડિયાનાના ગવર્નર એરિક હોલ્કોમ્બ બીજી ભારતીય કંપનીઓને આકર્ષવા માટે ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવવાના છે. ઇન્ડિયાના ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન દરેક જોબના સર્જન માટે ૧૫,૨૫૦ ડોલરની કન્ડિશનલ ટેક્સ ક્રેડિટ આપવા માંગે છે તથા તેની સાથે પાંચ લાખ ડોલર સુધીની ટ્રેનિંગ ગ્રાન્ટ પણ આપશે. કંપની તેની યોજના પ્રમાણે સ્થાનિક સ્તરેથી ૨,૦૦૦ કામદારોની ભરતી કરશે તો કુલ ટેક્સ રાહત ૩.૧ કરોડ ડોલરની થશે.

Related posts

પૂરગ્રસ્ત શ્રીલંકાની ત્વરિત મદદે ભારતીય નૌકાદળ; કુદરતી આફતે ૧૪૬નો ભોગ લીધો

aapnugujarat

સીરિયામાં ખુની ખેલ : માત્ર ત્રણ દિવસમાં ૨૫૦નાં મોત

aapnugujarat

કતારમાં ભારતીયોને સાવચેત રહેવા સૂચના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1