Aapnu Gujarat
ગુજરાત

નદીની બંને તરફ આવેલા ૪૦ મંદિરોને ખસેડવા પ્રશ્ને વિવાદ

સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડની આજરોજ મળેલી બેઠકમાં રિવરફ્રન્ટ દ્વારા બંને તરફ બાઉન્ડ્રી જાહેર કરવામાં આવતા બાઉન્ડ્રીમાં ૪૦ જેટલા નાના-મોટા મંદિરોનું અસ્તિત્વ જોખમાવાનો ભય ઉભો થતા વિપક્ષ દ્વારા મંદિરોને એજ સ્થળે જગ્યા આપવા માંગ કરાતા કમિશનરે આવી કોઈ નિતી ન હોવાનું કહેતા ઉગ્ર વિવાદ ઉભો થવા પામ્યો છે.રિવરફ્રન્ટની મળેલી બેઠકમાં શહેરના શાહીબાગ ડફનાળાથી જમાલપુર સુધીની અને સરદારબ્રિજથી વાડજ દધીચી બ્રિજ સુધીની બાઉન્ડ્રી જાહેર કરવામાં આવી છે જેના પગલે અનેક ઐતિહાસિક મંદિરો સામે જોખમ ઉભુ થતા વિપક્ષનેતા દિનેશશર્માએ મંદિરોને આ જ સ્થળે જમીન આપવાની માગ કરતા કમિશનરે સાફ ના પાડી દીધી હતી જયારે ચેરમેને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.વિપક્ષનેતાએ કહ્યુ કે રિવરફ્રન્ટ પ્રોજેકટના ઓકશન માટે નીમ કરવામાં આવેલા ૫૧ પ્લોટમાં કોમર્શીયલ ઈમારતો માટે વેલ્યુ મેટ્રીક એફએસઆઈ આપતો જીડીસીઆર બનાવવામાં આવ્યો છે.જેમાં બીડરને જેટલો પ્લોટ આપવામાં આવશે તે તમામે તમામ પ્લોટના ક્ષેત્રફળ ઉપર તે બાંધકામ કરી શકશે એને માર્જિન છોડવાની જરૂર નહીં રહે.રિવરફ્રન્ટના પશ્ચિમ ભાગમાં ૧૦ થી પણ વધુ મોટા પ્રોજેકટ આવવાના છે આમ છતાં રિવરફ્રન્ટ ઉપર પાર્કિંગની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.ફલાવરપાર્ક,રિવરફ્રન્ટપાર્ક કે પછી ઈવેન્ટગ્રાઉન્ડમાં આવનારા લોકો તેમના વાહનો આડેધડ પાર્ક કરે છે.પતંગહોટલની બાજુમાં એક પ્લોટ અને ઉસ્માનપુરાથી રિવરફ્રન્ટ તરફ આવતા રોડના વળાંક ઉપર એક પ્લોટ પાર્કિંગ માટે નીમ હતો જે બિલ્ડરના લાભ માટે છોડી દેવામાં આવ્યો છે.૧૦ મોટા પ્રોજેકટ અને ૨૫ જેટલા પ્લોટોનું વેચાણ થશે.
રોજ ૨ થી ૩ લાખ લોકો વાહનો લઈને આવશે.તે તેમના વાહનો કયાં મુકશે તેનુ કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.પશ્ચિમ ભાગમાં ૨૫ પ્લોટનું વેચાણ કરી બાકીની જમીન માત્ર જાહેર હેતુ માટે વાપરવાની હોઈ પશ્ચિમ વિસ્તારમાં નિયત અંતરે ૨૫ થી ૫૦ હજાર ચો.મી.જમીનના પાર્કિંગ ઉભા કરવા વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Related posts

કોંગ્રેસના મહામંત્રી સહિતના તમામ હોદ્દા પરથી પૂજા પ્રજાપતિએ રાજીનામું આપ્યું

aapnugujarat

લોકોની સલામતી માટે કઠોર કાર્યવાહી કરાશે : પ્રદિપસિંહ

aapnugujarat

રાજ્યભરના એટીએમમાં રોકડનો કકળાટ યથાવત્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1