Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશનું અંકગણિત ઠીક કરવા અને ભાજપને હરાવવા માટે સપા-બસપા ગઠબંધન થયું : અખિલેશ યાદવ

સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રતિ અપાર સન્માન છતાં સૌથી જૂની પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ગઠબંધનથી એટલા માટે બહાર રાખી, જેથી ચૂંટણી અંકગણિતને જાળવી રાખી શકાય અને ભાજપને હરાવી શકાય.
આ ચૂંટણી પછી કોંગ્રેસની સાથે કામ કરવાની સંભાવનાને ફગાવી દેતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે પાર્ટીની સાથે તેમના સંબંધ સારા છે અને તેઓ આગામી વડા પ્રધાન તેમના ગૃહ રાજ્યથી હશે તો ખુશ થશે.
શું ચૂંટણી પછી કોંગ્રેસની સાથે સપા કામ કરવા તૈયાર હશે? એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે અત્યારે આનો જવાબ નહીં આપી શકીએ. અમે ચૂંટણી પછી એનો જવાબ આપીશું, પણ એટલું કહી શકું છું કે દેશ એક નવા વડા પ્રધાન ઇચ્છે છે અને ચૂંટણી પછી એમને એ મળશે.
તેમણે કહ્યું હતું કે જો તમે ઉત્તર પ્રદેશમાં બેઠકોની સંખ્યા જુઓ તો તમને માલૂમ પડશે કે ભાજપ સરકારની પાસે બહુમત નથી. ભાજપ સામાજિક એન્જિનિયરિંગની વાત કરતો રહે છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનના કાર્યકાળમાં ઘણું વિકાસ કાર્ય કર્યું છતાં તેઓ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી હારી ગયા, કેમ કે તેમનું ચૂંટણી અંકગણિત ઠીક નહોતું.ઉત્તર પ્રદેશનું અંકગણિત ઠીક કરવા અને ભાજપને હરાવવા માટે આ (સપા-બસપા ગઠબંધન) થયું હતું. શું બીજાને સંતુષ્ટ કરવા માટે અમે બેઠકો (ભાજપથી) હારી જઈએ. કોંગ્રેસને વિપક્ષી ગઠબંધનથી બહાર રાખવાથી રાજકીય દૃષ્ટિએ મહત્વના રાજ્યમાં વિપક્ષની સંભાવના કમજોર થશે? એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે સીટો પર સમજૂતીથી વિપક્ષી એકતાને વધુ મજબૂત કરી છે. અમે કોંગ્રેસ માટે બે બેઠકો રાખી છે. કોંગ્રેસ સાથે અમારા સંબંધ હંમેશાંથી સારા છે. મૂળ મુદ્દો ભાજપને હરાવવાનો છે અને મેં અંકગણિતની દિશામાં કામ કર્યું છે.

Related posts

૩ કરોડ મેળવવા પત્નીએ કરી પતિની હત્યા

editor

संबित पात्रा मौसमी मेंढक की तरह टर्र-टर्र करते हैं : सिद्धू

aapnugujarat

દલિત-મુસ્લિમની હાલત ખરાબ, રાહુલે કૉંગ્રેસને મદદ કરવા કહ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1