Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યુપીમાં સાધુ સંતોને પણ મળશે પેન્શન

ભાજપ સરકારનો વિકાસ હવે છેક ભગવા સુધી પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશના સાધુ-સંતોને લઇને હવે યોગી સરકાર મોટો દાંવ રમવા જઇ રહી છે.
યોગી સરકાર પેન્શન યોજનાઓમાં સાધુ-સંતોનો સમાવેશ કરવાનું મોટુ પગલું લેવા જઇ રહી છે.
વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ રાજ્યના તમામ જિલ્લામાં પ્રદેશ સરકાર શિબિરનું આયોજન કરીને સાધુ-સંતોને પ્રોત્સાહિત કરીવા આ યોજનામાં તેમનો સમાવેશ કરી તેમને લાભ આપશે.
સરકારી સૂત્રોએ જણાવ્યા અનુસાર પ્રદેશમાં અત્યાર સુધી ચાલી રહેલી પેન્શન યોજનાઓમાં સાધુ-સંતોને સામેલ ન કરવાનું કારણ એ હતું કે તેમની પાસે મૂળભૂત દસ્તાવેજો ન હતાં. સરકાર પણ સંતોની સુવિધાને લઇને નિરસ લાગતી હતી.
હવે યોગી સરકારે દરેક જિલ્લામાં શિબિર લગાવીને વૃદ્ધાવસ્થા પેન્શનથી વંચિત લોકોને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં વિશેષરૂપે ધ્યાન આપવામાં આવશે કે સાધુ-સંતોને પણ તેમાં સામેલ કરવામાં આવે.
સરકારના સૂત્રોએ જણાવ્યું કે હજુ સુધી સાધુ-સંતોને સરકારનું સમર્થન ન મળવાના કારણે તેઓ પેન્શન માટે અરજી કરી શકતાં ન હતાં. પરંતુ વર્તમાન સરકારે સાધુ -સંતોને પ્રોત્સાહિત કરીને આ યોજનામાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે જેથી તેમને પણ સરકારી યોજનાનો લાભ મળી શકે.
લોકસભાની ચૂંટણી પહેલાં યોગી સરકાર પ્રદેશની તમામ મહત્વપૂર્ણ યોજનાઓનો જોર-શોરથી પ્રચાર કરવાનો પૂરતો પ્રયાસ કરી રહી છે.
જેમાં આયુષ્માન ઉજ્જવલા અને સૌભાગ્ય જેવી અનેક યોજનાઓ સીધી જનતા સાથે જોડાયેલી છે.તેવામાં સરકારની આ યોજનાઓનો પ્રસાર કરીને સરકાર તેનો ચૂંટણીમાં વધુમાં વધુ લાભ લેવાનો પ્રયાસ કરશે. તેથી સરકાર નવેસરથી આ યોજનાઓના શિબિર લગાવીને સમસ્યાઓ દૂક કરીને ફીડબેક લેવાની જુંબેશ ચલાવી રહી છે.

Related posts

વિપક્ષ સાથે મોદીનું વર્તન પાક. પીએમ જેવું રહ્યું છે : કેજરીવાલ

aapnugujarat

૩૧ જુલાઈ સુધી તમામ રાજ્યોમાં ‘વન નેશન વન રાશન કાર્ડ’ લાગુ કરો : સુપ્રિમ

editor

चंद्रबाबू नायडू के आलीशान बंगले ‘प्रजा वेदिका’ को तोड़ने का काम शुरू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1