Aapnu Gujarat
Uncategorized

જુનાગઢમાં ૨૫ દલિત ભાઈ-બહેનોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

જુનાગઢમાં ૨૫ દલિત ભાઈ-બહેનોએ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. શહેરની અદિતિ નગરમાં રહેતા દલિત પરિવારોમાંથી ૨૫ જેટલા લોકોએ ભન્તેજી દ્વારા દીક્ષા આપવામાં આવી હતી. નોંધનીય છે કે કલેક્ટરની મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યાં છે.
બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા ૨૫ માંથી ૨૨ જેટલા લોકો સરકારી કર્મચારીઓ છે. આ અંગે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર, શિક્ષક, જયદીપ રાવલીયા જણાવ્યું હતું કે, ’અમે કોઈના દબાવથી નહિં પરંતુ શ્રેષ્ઠ સમાજનાં નિર્માણ માટે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. બાબા સાહેબનાં વિચારોથી પ્રેરાઈને અમે આજે બોદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. આ કાર્યમાં અમારો પરિવાર પણ સામેલ છે. અમે આજે હિંદુ ધર્મ છોડયો નથી અમે અમારા મૂળ ધર્મમાં પ્રવેશ કર્યો છે. તેથી આજે અમારો નવો જન્મ થયો છે.’
પોરબંદરનાં ભંતે પ્રજ્ઞા રત્નએ ૨૫ જેટલા દલિત ભાઈઓ તેમજ બહેનોને બોદ્ધ ધર્મની દીક્ષા આપી હતી. તેમણે બૌદ્ધ ધર્મ અપનાવવા બદલ તમામને શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું કે જેમણે બાબા સાહેબને વાંચ્યા છે અને સમજ્યા છે તે લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે.

Related posts

પ્રભાસપાટણ ખાતે રિયાણાની દુકાનમાં ગેસના બાટલાનો ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ

aapnugujarat

અમદાવાદ આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન-પાસીંગની રીસીપ્ટ સંદર્ભે ભારે ધાંધિયા

aapnugujarat

સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભારે આવક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1