Aapnu Gujarat
શિક્ષણ

બોલો…શિસ્ત શીખવાડવા શિક્ષકોએ બાળકોને કૂતરા સાથે એક રૂમમાં પુરી દીધા!!

અમરેલીની શાળાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્રણ શિક્ષકા અને આચાર્ય સામે ફરિયાદ કરવામાં આવી છે કે, દિવાળી વેકેશન પહેલા શિસ્તનાં પાઠ ભણાવવાંનાં નામે બાળકો પર અત્યાચાર કર્યો હતો. આ શિક્ષકોએ બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા હતાં અને તેમની સાથે શિકારી કૂતરા પણ છોડ્યાં હતાં. આ ખબર સામે આવતાં ચકચાર મચી ગઇ છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમરેલીની વિદ્યાસભાની હોસ્ટેલમા રહી અભ્યાસ કરતા ધારી તાલુકાના દેવળા ગામના એક માસુમ છાત્રને અહીંના રેકટર આશિષ ઠુંમરે બે દિવસ સુધી રૂમમા પુરી દીધો હતો. આ ઉપરાંત તેણે માર પણ મારવામાં આવ્યો હતો. જે પછી તેની હાલત એટલી બગડી હતી કે તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના સામે આવ્યાં પછી રેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનાનાં થોડા જ દિવસો પછી અન્ય છાત્રોને કૂતરા સાથે રૂમમાં પુરી દઇને કૂતરૂં ભસાવી ડરાવતા હતાં. બાળકોઆને કારણે જોર જોરથી રડી અને બૂમો પાડતા હતાં. આ બઘા અવાજ ૩ શિક્ષિકાઓએ પણ સાંભળ્યાં હતાં પરંતુ તેમને મદદ કરવાને બદલે તેઓ હસતા હતાં.
જે પછી બાળકોને આ શિક્ષકોએ ધમકી પણ આપી હતી તે જો આની જાણ કોઇને પણ કરશો તો તમને શાળામાંથી બહાર કાઢી મુકાશે. જોકે આ મામલે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

Related posts

ધોરણ ૧૦ માં માસ પ્રમોશન આપવા મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ

editor

મુંબઈના ડબ્બાવાળાએ તેમના સિક્સ સિગ્મા સર્ટિફાઈડ સપ્લાય ચેઈન મેનેજમેન્ટની વિગતો કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જણાવી

aapnugujarat

ડીસાની શ્રી નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓની અનોખી પહેલ હેલ્મેટ પહેરી રસ્તા પર ઉતર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1