Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં આડેધડ વાહન પાર્ક કરનારાઓને ખેર નહિ

રાજ્યમાં સુરત શહેરે આજથી નવી પાર્કિંગ પોલિસી લાગુ કરી છે. જે મુજબ એક મહિનો ફ્રી અને ત્યારબાદ ચાર્જ લાગશે. ગુજરાતમાં પહેલી વખત સુરત મહાનગર પાલિકાએ પોતાની પાર્કિંગ પોલીસી બનાવી છે. ગત વર્ષે સરકાર પાસેથી મંજૂરી મળી જતા તેને લાગુ કરવા માટે મનપાએ તૈયારીઓ શરુ કરી હતી. કયા રસ્તા ઉપર પાર્કિગ કરવું અને ક્યાં ન કરવું, ઉપરાંત કેટલો ચાર્જ વસુલ કરવો આ તમામ બાબતોની ચર્ચા વિચારણા કરી આખરે આજથી પાર્કિંગ પોલિસી લાગુ કાવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧૫ રસ્તાઓ નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં પાર્કિંગ કરવાનું રહેશે, જો અહીંના બદલે અન્ય કોઈ જગ્યા પર પાર્કિંગ કરવામાં આવશે, તો પાલિકા અને પોલીસ કાર્યવાહી કરશે.
અત્રે જણાવવાનું કે લોકો પાર્કિંગ પોલિસી માટે તૈયાર થયા તેને પગલે એક મહિનો વાહનોને ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવશે. સુરત શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનો સાથે ટ્રાફિકની સમસ્યાનો શહેરમાં ઉકેલ લાવવા લોકોમાં પાર્કિંગ સેન્સ કેળવવા સુરત મહાનગર પાલિકાએ પાર્કિંગ પોલિસી અને પાર્કિંગ બાઇલોઝ તૈયાર કરીને ગત વર્ષે ૧૦ ઓક્ટોબરના રોજ સરકારમાં રજૂ કરી હતી જેને મંજૂરી મળી છે.
રસ્તા પર આડેધડ પાર્કિંગથી સર્જાતી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પાલિકાનો દાવો છે. મહત્વનું છે કે પાર્કિંગ પોલિસી અને બાયલોઝને સરકારે મંજુરી આપી દીધી છે ત્યારે મનપાના સાત ઝોનના કુલ વિસ્તારોમાં ૨-૨ રસ્તાઓ મળી કુલ ૧૫ રસ્તાઓ ઉપર પ્રાયોગિક ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવ્યો છે. ઝોનમાં નોડલ ઓફિસર, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ઓફિસર તથા માર્શલોની ટીમ ઓન સ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા કરાવશે. નો પાર્કિંગમાં વાહનો પાર્ક ન કરવા તથા પાર્કિંગ માટે નિયત જગ્યામાં એટલે કે ૧૫ જાહેર કરાયેલા પ્રિમિયમ રસ્તાઓ પર સફેદ પટ્ટામાં કતાર બંધ તથા નીશાની કરવામાં આવેલી જગ્યામાં પાર્કિંગ કરવા માર્ગદર્શન આપવામાં આવશે.

Related posts

टेक्सटाइल में गुणवत्ता कौशल प्राप्त रोजगार की आवश्यकता

aapnugujarat

વિરમગામ શહેરમાં રૈયાપુર વિસ્તારના રહેણાંક મકાનમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

aapnugujarat

અમદાવાદને કેન્દ્રની ગ્રાંટ છતા ફ્રી-વાઈફાઈના મુદ્દે નિષ્ફળતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1